મેઘમહેરઃ ગુજરાતના 34 જળાશયો છલકાયાં, નર્મદા ડેમમાંમાં જળસપાટી 132.17 મીટરે પહોંચી
અમદાવાદઃ ગુજરાતમાં સારા એવા વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. જેથી ડેમ ઓવર ફ્લો થવાની નજીક પહોંચ્યો છે. હાલ ડેમમાં જળસપાટી 132.17 મીટરે પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 206 ડેમ પૈકી 34 ડેમ છલકાયાં છે. જ્યારે રાજ્યમાં સિઝનનો 70 ટકા વરસાદ નોંધાયો છે.
મહેરબાન થતા નર્મદા ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે. પરિણામે હાલ ડેમની જળસપાટી 132.17 મીટરે પહોંચી છે. જ્યારે ડેમની ભયજનક સપા 138.68 મીટર છે. એટલે કે ડેમ ઓવરફ્લો થવામાં હવે માત્ર 6.51 મીટરની જ દૂરી છે.
એક જ દિવસમાં નર્મદા ડેમની સપાટી 42 સેન્ટિમીટર વધી જેને કારણે રિવરબેડ અને કેનાલહેડ પાવરહાઉસ ચાલુ કરાયા છે. આ પહેલા 2020માં નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો હતો જ્યારે ગત વર્ષે ડેમની સપાટી 135 મીટરે પહોંચી હતી.
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સારો વરસાદ વરસ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 70 ટકા વરસાદ નોંધાયો. રાજ્યના 206માંથી 34 ડેમ ઓવરફ્લો થયા છે. સૌરાષ્ટ્રના 13, કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 7 જ્યારે મધ્ય ગુજરાતનો એક ડેમ ઓવરફ્લો થયો છે.
રાજ્યમાં ચાલુ વર્ષે સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. બીજી તરફ સારા વરસાદના કારણે ખેડૂતોએ પણ ખરીફ વાવેતર કર્યું છે. જેથી ચાલુ વર્ષે બમ્પર ઉત્પાદન થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.