અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષથી એટલે કે, વર્ષ-2019થી ચોમાસાની સિઝનના સરેરાશ વરસાદની સરખામણીએ 100 ટકા કે તેનાથી વધુ વરસાદ પડવાનો સિલસિલો રહ્યો છે. અને આ વખતે પણ આ સિલસિલો યથાવત રહે તેવા સંકેતો છે.
રાજ્યના મોસમના સરેરાશ વરસાદની ટકાવારી ઊંચી જઇ રહી છે. છેલ્લા 9 વર્ષમાં ગુજરાતના ચોમાસાની મોસમના વરસાદની સરેરાશમાં 10 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ-2015માં રાજ્યના વરસાદની સરેરાશ 31.88 ઈંચ હતી જે વધીને અત્યારે 35.08 ઈંચ થઈ છે. ચાલુ વર્ષે એટલે કે, શુક્રવાર સવારના છ વાગ્યાની સ્થિતિએ રાજ્યમાં સરેરાશ 21.60 ઈંચ એટલે કે, 61.62 ટકા વરસાદ વરસ્યો છે. શનિવારે પણ 234 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં જુનાગઢ અને નવસારીમાં 10થી ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. અને આજે રવિવારે પણ ભારે વરસાદની આગાહી છે. હાલ અધિક મહિનો ચાલી રહ્યો છે. હજુ શ્રાવણ અને ભાદરવો મહિનો બાકી છે. ત્યારે આ વખતે પણ વરસાદ અગાઉના વર્ષોનો રેકર્ડ તોડે તો નવાઈ નહીં ગણાય.
વર્ષ-2015થી ગુજરાતમાં દરેક વર્ષે થયેલા વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ-2019થી મોસમનો સરેરાશ વરસાદની સરખામણીએ 100 ટકા અથવા તો તેનાથી વધુ વરસાદ વરસ્યો છે. માત્ર વર્ષ-2021માં 33.60 ઈંચ વરસાદની સરેરાશ સામે 33.09 ઈંચ વરસાદ થયો હતો. એ સિવાય 2019માં 32.64ની સરેરાશ સામે 47.70 ઈંચ, વર્ષ-2020માં 33.24 સરેરાશની સામે 45.48 ઈંચ તેમજ વર્ષ-2022માં વરસાદની સરેરાશ 34 હતી જેની સામે 41.51 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ચાલુ વર્ષે એટલે કે, શુક્રવાર સવારના છ વાગ્યાની સ્થિતિએ રાજ્યમાં સરેરાશ 21.60 ઈંચ એટલે કે, 61.62 ટકા વરસાદ વરસ્યો છે. આમ
સૌરાષ્ટ્રમાં 92.02 ટકા એટલે કે 664.33 ટકા વરસાદ નોધાયો છે. સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નોધાયો છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ ચોમાસામાં 727 મીમી વરસાદ થતો હોય છે. જેની સામે આ વર્ષે અત્યાર સુધી 407.16 મીમી વરસાદ થયો છે. તેવી જ રીતે મધ્ય ગુજરાતમાં ચોમાસા દરમિયાના સરેરાશ 810 મીમી વરસાદ થતો હોય છે તેની સામે આ વર્ષે 396.89 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ થતો હોય છે. દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લમાં સૌથી વધુ વરસાદ વડે છે. જો કે, દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 49.82 ટકા વરસાદ નોધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 30 જિલ્લાના 130 તાલુકામાં વરસાદ નોધાયો હતો. 24 કલાકમાં રાજ્યમાં સરેરાશ 257 મીમી વરસાદ વરસ્યો હતો. જેમાં 23 તાલુકામાં 126 થી 250 મીમી વરસાદ વરસ્યો હતો, 122 તાલુકામાં 251 થી 500 મીમી વરસાદ થયો હતો, 77 તાલુકામાં 501 થી 1000 મીમી વરસાદ થયો હતો. 1000 મીમી વરસાદ થયો હોય તેવા 28 તાલુકા નોધાયા હતો.