Site icon Revoi.in

પંદર દિવસના વિરામ બાદ ખેડબ્રહ્મા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

Social Share

ખેડબ્રહ્મા : અત્યારે હાલ ચોમાસાએ દક્ષિણ ગુજરાત તથા કાઠિયાવાડમાં ભારે જમાવટ કરી છે તે વિસ્તાર જળબંબાકાર થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારબાદ આજે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરી હતી.

છેલ્લા પંદર દિવસથી ઉત્તર ગુજરાત વાસીઓ વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા હતા. જ્યારે આજે સોમવારે બપોરે ૧૨ કલાકના સમયે વાદળોની ગજઁના અને વીજળીના કડાકા અને ચમકારે એકાએક મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ખેડૂતો તથા આમ જનતામાં થોડો હાશકારો થયો હતો. પંદર દિવસ પહેલાં રાત્રે ૧૨ થી ૨ કલાક દરમ્યાન એકસાથે ચાર ઈંચ વરસાદ પડયો હતો પણ ગરમીનુ જોર ઘટયુ ન હતુ. છેલ્લા બે દિવસથી વરસાદ પડુ પડુ થતાં આજે બપોરના સમયે ધમાકેદાર વરસાદ આવતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.