ભારત વિરોધી લોકોને મહેબૂબા મુફ્તીનું સમર્થન,કહ્યું પાકિસ્તાનની જીતનો જશ્ન મનાવવા વાળા વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરો
- મહેબૂબા મુફ્તીનો પાકિસ્તાન માટે પ્રેમ ઉભરાયો
- કહ્યું પાકિસ્તાનની જીતનો જશ્ન કરનાર વિદ્યાર્થીને કરો મુક્ત
- પોલીસે દેશ-વિરોધ કૃત્ય બદલ કરી છે અટકાયત
જમ્મુ :મહેબૂબા મુફ્તી કે જેનો રાગ હંમેશા પાકિસ્તાન તરફી રહ્યો છે. તેણે હવે ફરી એક વાર એવી વાત કરી છે જેને લઈને પાકિસ્તાનના લોકો તો ખુશી મનાવશે પણ ભારતના લોકો માટે શર્મનાક વાત કહેવાશે. મહેબૂબા મુફતી કે જે ભારતની પોલિટીકલ પાર્ટીની નેતા છે પણ તેનો રાગ હંમેશા પાકિસ્તાન પ્રેમ તરફ રહ્યો છે.
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના (PDP) પ્રમુખ મહેબૂબા મુફ્તીએ આગ્રાની એક કોલેજમાંથી ધરપકડ કરાયેલા કાશ્મીરી વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરવાની માગ કરી હતી. મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કર્યું કે, જમ્મુ-કાશ્મીરની અંદર અને બહાર કાશ્મીરી વિદ્યાર્થીઓ પરની કાર્યવાહી નિંદનીય છે. બે વર્ષના દમન પછી J&K માં સ્થિતિ ભારત સરકાર માટે આંખ ખોલનારી હોવી જોઈએ અને અભ્યાસક્રમમાં સુધારા તરફ દોરી જાય છે.
ઉલ્લેખનીય છે કે આ વિદ્યાર્થીઓની T20 ક્રિકેટ વર્લ્ડ કપની મેચમાં ભારત સામેની જીત બાદ પાકિસ્તાનના ખેલાડીઓની પ્રશંસા કરતા ‘વોટ્સએપ સ્ટેટસ’ પોસ્ટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઉત્તર પ્રદેશના આગ્રામાં રાજા બલવંત સિંહ મેનેજમેન્ટ ટેકનિકલ કોમ્પ્લેક્સના વિદ્યાર્થીઓની બુધવારે સાંજે જગદીશપુરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી.