- વાળની આ રીતે કરો કેર
- મહેંદી લગાવવી કે હેયર ડાય?
- જાણો શું છે તમારા માટે બેસ્ટ
વાળમાં કેટલાક લોકો મહેંદી લગાવતા હોય છે તો કેટલાક લોકો વાળને કાળા કરવા માટે હેયર ડાયનો ઉપયોગ કરતા હોય છે. આવામાં તે લોકોને ખબર હોતી નથી કે તેમના માટે મહેંદી સારી છે કે હેયરડાય. આ બાબતે કેટલાક લોકો કહે છે કે તેમને હેયર ડાય વધારે માફક આવે છે કેટલાક લોકો કહે છે કે તેમને મહેંદી વધારે માફક આવે છે.
તો અત્યારે જાણકારો દ્વારા તે બાબતે કહેવામાં આવ્યું છે કે જો કોઈને પોતાના વાળ કાળા રાખવા હોય તો તે લોકોએ આ પ્રકારના રેસીપીનો ઉપયોગ કરવો જોઈએ. આયુર્વેદમાં પણ કુદરતી રીતે વાળને કાળા કરવા માટેના કેટલાક ખાસ ઉપાયો જણાવવામાં આવ્યા છે પરંતુ તમારે તેને કરવાની સાચી રીત જાણવી જોઈએ.
વાળને કાળા કરવા માટેના મુખ્ય ઘટકો છે રતનજ્યોત, મેથીના દાણા, કલોંજી, આમળા, શિકાકાઈ, મહેંદી, નાગરમોથા, વિભીતકી અને જટામાંસી. આ રેસીપી અજમાવવા માટે, તમારે આ બધાને સમાન માત્રામાં લેવાનું છે અને તેને લોખંડની કઢાઈમાં 36 કલાક માટે 16 ગણા પાણીમાં ઓગળવા માટે છોડી દેવું પડશે. જ્યારે આ પાણી થોડું ઓછું થઈ જાય, ત્યારે પાણીને એક ચતુર્થાંશ રહે ત્યાં સુધી ઉકાળો.
જ્યારે આ પાણી ઘટ્ટ થઈ જાય ત્યારે 2 ચમચી કુંતલ કેર હર્બલ હેર સ્પા હેમ્પમાં 2 ચમચી ઉકાળો ભેળવીને સવારે વાળના મૂળમાં લગાવો અને એકથી બે કલાક તડકામાં બેસી જાઓ. જ્યારે વાળ સુકાઈ જાય અને સાબુ, શેમ્પૂ વગર વાળ ધોઈ લો. અઠવાડિયામાં ત્રણ વખત આ ઉપાયનો ઉપયોગ કરો, જે લાંબા સમય સુધી વાળને કાળા કરવામાં મદદ કરશે.