અમદાવાદઃ હાલ મહત્વના દસ્તાવેજોમાં આધારકાર્ડની સાથે ચૂંટણીકાર્ડ પણ જરૂરી બન્યું છે. દરમિયાન મહેસાણાના કડી-કરણનગર રોડ વિસ્તારમાં એક કચરાના ઢગલામાંથી ચૂંટણીકાર્ડનો જથ્થો મળી આવતા તંત્ર દોડતું થયું હતું. એટલું જ નહીં તંત્રની કામગીરીને લઈને તરેહ-તરેહની ચર્ચાઓ વહેતી થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણામાં કડી-કરણનગર રોડ પાસેથી મોટી સંખ્યામાં જૂના ચૂંટણીકાર્ડ મળી આવ્યા છે. જે બાદ તંત્રને જાણ પણ કરવામા આવી છે. કચરામાં ફેંકી દીધેલાં 700 ચૂંટણી કાર્ડ મળી આવતા અનેક સવાલો ઊભા કર્યા છે. મામલતદારે ચૂંટણીકાર્ડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બિનવારસી હાલતમાં મળી આવેલા આ ચૂંટણીકાર્ડ ડુપ્લિકેટ છે કે કેમ ? અહીં મોટી સંખ્યામાં ચૂંટણી કાર્ડ ફેંકી ગયું? અથવા તો જૂના છે તો કેમ તેનો યોગ્ય નિકાલ નથી કરવામાં આવ્યો તેના પરથી પડદો ઉચકવો જરૂરી છે.