1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટે સાતવર્ષની સજા ફટકારી
સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટે સાતવર્ષની સજા ફટકારી

સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટે સાતવર્ષની સજા ફટકારી

0
Social Share

અમદાવાદઃ મહેસાણા દૂધસાગર ડેરીના સાગરદાણ કૌભાંડ કેસમાં  મહેસાણા  ડિસ્ટિક્ટ કોર્ટે સાગરદાણ કૌભાંડમાં  ડેરીના તત્કાલિન ચેરમાન વિપુલ ચૌધરી સહિત 15 આરોપીને 7 વર્ષની સજા ફટકારી છે. 22.50 કરોડના કૌભાંડ કેસમાં ડિસ્ટ્રિકટ કોર્ટે લાબી સુનાવણી બાદ ચુકાદો આપ્યો હતો.  જેમાં  15 આરોપીને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ કેસમાં કુલ 22 લોકો આરોપી છે, એમાંથી 3નાં મૃત્યુ થયાં છે.

આ કેસની વિગતો એવી હતી કે, વર્ષ 2013ના વર્ષમાં રૂ.22.50 કરોડનું સાગરદાણ મહારાષ્ટ્રમાં મોકલવામાં આવ્યું હતું. 2014માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાંની ચાર્જશીટ દાખલ થઈ હતી અને આ કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે વિજય બારોટની નિમણૂક કરાઈ હતી. આ કેસના 19 આરોપી દોષિત સાબિત થયા છે, જેમાંથી 15 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, જ્યારે 19 પૈકી 4 આરોપીને શંકાનો લાભ મળતાં તેમને અપીલ પિરિયડ સુધીમાં 50 હજારના જાત મુચરકાના જામીન પણ છોડવામાં આવ્યા છે.

આ અંગે કોર્ટમાંથી બહાર આવ્યા બાદ વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, દાણનું વિતરણ કર્યું ત્યારે તે સમયના કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવાર પણ હાજર હતા. હાલના મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પાવર પણ હાજર હતા. ફેડરેશનના હાલમાં એમ.ડી. જયંત મહેતા પણ હાજર હતા. જુબાની લેવી જ હોય તો આ બધાની જુબાની લઈ શકાતી હતી. જે હાજર નહોતા એવાની જુબાનીનો શું અર્થ છે? શંકરસિંહ અને અર્જુન મોઢવાડિયાની જુબાનીનો શું અર્થ છે? મને તો આમાં પોલિટિક્સ સિવાય કંઈ દેખાતું નથી. સહકારી ભાવનાથી જીવ દયાની લાગણીથી કામ કામ કરેલું છે. દુષ્કાળમાં ગાય અને ભેંસને આપેલું દાણ મારી દૃષ્ટિએ ગુનો નથી. ઇફ્કોએ પણ દાણ આપેલું છે. ઇફ્કોમાં નટુભાઈ હતા, પણ ક્યા કેસ કર્યો છે? ખાલી દૂધ સાગર ડેરીએ કે અમૂલે થોડું દાણ આપ્યું છે. આની પહેલા અતિવૃષ્ટિમાં સૌરાષ્ટ્રમાં આ જ જગુદણ ફેકટરીમાંથી દાણ આપવામાં આવેલું છે. જેની અડધી કિંમત ફેડરેશન અને ડેરીઓએ ભોગવી છે. મને તો એવું જ દેખાય છે કે કોઈ ગુનો કર્યો નથી.

સરકારી વકીલ વિજય બારોટે જાણાવ્યું હતું કે આ સંબંધે 2014માં ગુનો દાખલ થયો હતો, જેમાં સાગરદાણ અને ટ્રાન્સપોર્ટ સહિત કુલ 22.50 કરોડનું મૂલ્ય હતું. દૂધસાગર ડેરીમાં તાત્કાલીન ચેરમેન અને ફેડરેશનના ચેરમેન વિપુલ ચૌધરી દ્વારા પોતાને એમ.ડી.ડી.બીના ચેરમેન બનવાના હોવાથી શરદ પવાર સાથે મુલાકાત કરીને સાગરદાણ મોકલવાનું કેમિટમેન્ટ કર્યું એ પ્રમાણે તેઓ સાગરદાણ મહારાષ્ટ્રને મોકલ્યું હોવાની વિગતો આ કેસમાં આવી હતી. પાછળથી વિપુલ ચૌધરી દૂધસાગર ડેરી દ્વારા મહાનંદા ડેરીને એડવોકેટ મારફત નોટિસ આપીને સાગરદાણના પૈસા એટલે કે જે કાંઈ માલ મોકલાવ્યો એના પૈસાની માગણી કરેલી, એટલે એક બાજુ સખાવત કરવાની વાત કરી હતી અને એક બાજુ એડવોકેટ મારફત નોટિસ આપી હતી અને પૈસાની માગણી કરી હતી. કોર્ટ આ બધા પુરાવા ધ્યાને લીધા, આ કેસમાં કુલ 22 આરોપી હતા, જે પૈકી 3 આરોપીનાં ટ્રાયલ દરમિયાન મોત નીપજ્યાં હતાં.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code