Site icon Revoi.in

મહેસાણાઃ નકલી ડ્રાઈવિંગ લાયસન્સના કૌભાંડનો પર્દાપાશ, ટેસ્ટ વિના બનાવી અપાતા હતા લાયસન્સ

Social Share

અમદાવાદઃ અનેક લોકો ઝડપથી અને સરળતાથી ડ્રાઈવિંગ લાયન્સ મળી જાય તે માટે એજન્ટની મદદ લેવા હોય છે. ત્યારે કેટલાક લેભાગુ તત્વો ટ્રાયલ વિના લાયસન્સ અપાવવાની લોભામણી લાલચ આપીને લોકોને સાથે છેતરપીંડી કરતા હોય છે. દરમિયાન મહેસાણાના વિસનગરમાંથી

નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાના કૌભાંડનો લોકલ ક્રાઈમબ્રાન્ચ એટલે કે એલસીબીએ પર્દાફાશ કરીને એક શખ્સની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં અન્ય લોકોની પણ સંડોવણી સામે આવે તેવી શકયતા છે. તેમજ પોલીસની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

મહેસાણા એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે વસીમ ચૌધરી નામના શખ્સને ઝડપી લીધો હતો. તેમજ તેની પાસેથી ચાર નકલી લાયસન્સ મળી આવ્યાં હતા. પોલીસની તપાસમાં ગ્રાહકોને ટેસ્ટ વગર લાયસન્સ કાઢી આપવામાં આવતું હોવાનો ખુલ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રોગતિમાન કર્યાં છે.

પોલીસના જણાવ્યા અનુસાર વસીમખાન ચૌહાણ છેલ્લા ઘણા સમયથી ગ્રાહક સેવા નામની દુકાન ચલાવે છે અને તે ગ્રાહકોને ટેસ્ટ વિના જ લાયસન્સ કાઢી આપવાનીં લાલચ આપતો હતો. જેની જાણ પોલીસને થતા પોલીસે ગ્રાહક સેવા દુકાન પણ દરોડા પાડ્યા હતા. વસીમખાને અત્યાર સુધીમાં કેટલા લોકોને આવા નકલી લાયસન્સ મેળવી આપ્યા છે અને કોને કોને આપ્યા છે તેમજ વસીમખાન નકલી લાયસન્સ બનાવવાનો ધંધો કેટલા સમયથી કરે છે તેને લઈને પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.