મહેસાણા: રાજ્યમાં ઘણાબધા સ્કુલવાહનો આરટીઓના નિયમોનું પાલન કરતા નથી. દરમિયાન મહેસાણા આરટીઓ દ્વારા સ્કુલવાહનો સામે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં વાહન ચાલકોની ગંભીર બેદરકારી જોવા મળી હતી. ઘણા વાહનચાલકો વાહનમાં સેફ્ટી સહિત RTOના નિયમ નેવે મૂકીના ચાલકો ડ્રાઈવ કરતા હતા મહેસાણા આરટીઓએ 42 સ્કૂલના વાહનોને 3.40 લાખનો દંડ ફટકાર્યો હતો.
મહેસાણા આરટીઓ કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેસાણા શહેર અને આજુબાજુના વિસ્તારોમાં આવેલી શાળાના વાહનો પરમીટ, જરૂરી દસ્તાવેજ, ફિટનેસ સર્ટી વગર દોડી રહ્યા હતા. શાળા સહિત વાહન માલિકોને યોગ્ય સૂચન કરી નિયમોના પાલન કરવા જણાવાયું હતુ. દરમિયાન વિદ્યાર્થીઓને શાળામાં લઇ જતા વાહનોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આર.ટી.ઓનાં તમામ નિયમોને નેવે મૂકીને સ્કુલ વાહનચાલકો વાહનો ચલાવતા હતા.
આરટીઓના સૂત્રોએ ઉમેર્યું હતું કે, ચેકીંગમાં રોડ સેફટી અંતર્ગત મહેસાણાની 5 સ્કૂલોમાં સ્કૂલ વાહનનું સરપ્રાઈઝ ચેકીંગ કરાયું હતું. જેમાં RTO એ એક જ દિવસમાં 42 સ્કૂલ વાહનોને દંડ ફટકાર્યો હતો. 3.40 લાખ રૂપિયાનો 42 સ્કૂલ વાહનોને દંડ ફટકારતા વાહનચાલકોમાં ફફડા વ્યાપી ગયો હતો. પરમીટ, જરૂરી દસ્તાવેજ, ફિટનેસ સર્ટીનો અભાવ જેવા મુદ્દા બાળકોને શાળાએ લઈ જતા વાહનમાં જોવા મળ્યા હતા.આ અંગે અધિકારીએ શાળા સહિત વાહન માલિકોને યોગ્ય સૂચનો કરી નિયમોના પાલનને ગંભીરતાથી લેવા તાકીદ કરી હતી. ઘણા સ્કુલવાહનો સીએનજી ગેસ સંચાલિત હોય છે. જેમાં પણ યોગ્ય નિયમોનું પાલન થવું જરૂરી છે. ઘણીવાર વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતી અને લાવતી સ્કુલવેનમાં નિયત કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા હોય છે. આવા વાહનચાલકોને પણ કડક સુચના આપવામાં આવી છે. અને આરટીના નિયમોનું પાલન કરવા જણાવાયું છે. (file photo)