મહેસાણા જિલ્લાના નાના ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળ્યા છે. મહેસાણા જિલ્લાની અંદર કુલ 4500 હેકટર જમીનમાં વાવેતર થયું છે. જે પૈકી મુખ્ય પાકોમાં બાજરી 11700 હેક્ટર છે. 4000 હેકટરમાં શાકભાજી છે અને ઘાસચારાનું વાવેતર 27000 હેક્ટરમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુવાર, રીંગણ,ચોળી, ભીંડા ,જુવાર વગેરે નું પણ વાવેતર કરવામાં આવ્યું છે.
વિજાપુર તાલુકાના આનંદ પૂરા ગામના નાના ખેડૂત ગોવિંદભાઈ દેવીપૂજકે પોણો વીઘા જમીનમાં ભીંડાનું વાવેતર કર્યું છે. તેમના જણાવ્યા મુજબ આંતરા દિવસે 2500 થી 3000 રૂપિયા મળે છે. દરરોજ અંદાજે 100 થી 120 કિલો જેટલા ભીંડા ઉતરે છે. અને આ ઉતારો બે માસ સુધી મળી રહેશે. આ ઉપરાંત રીંગણ, સેંડો ડેટી, ભટા, રાયડો, એરંડા, કપાસની પણ સાથે ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે