- વિતેલા દિવસે ગુમ થયેલ મેહુલ ચોક્સી ઝડપાયો
- ડોમિનિકામાંથી ભાગેડું મેહુલ ચોક્સી ઝડપાયો
દિલ્હીઃ- પંજાબ નેશનલ બેંક કૌભાંડનો આરોપી ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી ભૂતકાળમાં એન્ટિગુઆમાં ગુમ થયો હતો. ત્યારે હવે સૂત્રો પાસેથી માહિતી પ્રમાણે ચોક્સી ક્યુબા ભાગી જવાના પ્રયત્ન કરતા વખતે ડોમિનિકામાંથી પકડાયો છે.
આ સમગ્ર મામલે એવું કહેવામાં આવી રહ્યું છે કે ચોક્સી બોટની મદદથી ડોમિનિકા પહોંચ્યો હતો. તેની સામે લુકઆઉટ સર્કુલર બહાર પાડવામાં આવ્યો હતો. તેને ડોમિનીકામાં સ્થાનિક પોલીસે પકડ્યો હતો.ત્યારે હાલ હવે તેને પકડ્યા બાદ ચોક્સીને એન્ટિગુઆ ઓથોરિટીને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે.
વિતેલા દિવસે ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે તેમના ગુમ થયાની પુષ્ટિ કરી હતી. મીડિયા સાથે વાત કરતા ચોક્સીના વકીલે કહ્યું કે, હીરાના વેપારીના ગાયબ થવા પર તેમનો પરિવાર નારાજ છે અને તેને આ અંગે ચર્ચા કરવા બોલાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે એન્ટિગુઆ પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે, પરંતુ ચોક્સીની સલામતી અંગે પરિવાર ચિંતિત છે.
‘રોયલ પોલીસ ફોર્સ’ એ જણાવ્યું હતું કે. મેહુલ ચોક્સીની શોધમાં પોલીસે તેનો ફોટો સાથે નિવેદન જારી કર્યું છે, જેથી લોકોને તેના વિશે માહિતી મળી શકે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “જોલી હાર્બરના રહેવાસી 62 વર્ષીય મેહુલ ચોક્સીના ગુમ થયાની પોલીસ તપાસ કરી રહી છે.” ચોક્સી ગુમ થયાની ફરિયાદ જોહ્ન્સન પોઇન્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. તે 23 મે, 2021 રવિવારથી તેઓ ગુમ હતા, ચોક્સી છેલ્લે તેની કારમાં જોવા મળ્યો હતો. પોલીસે કાર રિકવર કરી છે પરંતુ ચોક્સી વિશે કંઇ જાણવા મળ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ પીએનબી કૌભાંડમાં ગીતાંજલી ગ્રુપ અને આરોપી અને તેના પ્રમોટર મેહુલ ચોક્સીને 14 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જોડી હતી. આ કૌભાંડ 13 હજાર કરોડ રૂપિયાથી વધુનું છે. ઇડીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, મની લોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ જોડાયેલી આ સંપત્તિમાં મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં ઓ 2 ટાવરમાં સ્થિત 1 હજાર 460 ચોરસ ફૂટનો ફ્લેટ, સોના અને પ્લેટિનમ જ્વેલરી, ઘડિયાળો, હીરા, ચાંદી અને મોતી ગળાનો હાર અને મર્સિડીઝ બેન્ઝ કાર શામેલ છે.