- ડોમિનિકાની કોર્ટે લંબાવી સુનાવણી
- 25 જૂન સુધી ગેરકાયદેસર પ્રવેશ મામલે સુનાવણી સ્થગિત
દિલ્હીઃ- ફરાર ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો છે, કેરેબિયન ટાપુ રાષ્ટ્રમાં ગેરકાયદેસર પ્રવેશ અંગે તેના પર કેસ ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે હવે ડોમિનીકાના સ્થાનિક મીડિયામાંથી મળતી માહિતી પ્રમાણે ડોમિનિકાની મેજિસ્ટ્રેટ કોર્ટે આ અંગેની સુનાવણી 25 જૂન સુધી મુલતવી રાખી છે. આ સમાચાર.
આ સમગ્ર બાબતે મીડિયા વેબસાઇટ ‘નેચરઆઈસલેન્યૂઝ’ પ્રમાણે સોમવારે મેજિસ્ટ્રેટ કોર્ટે ચોક્સીના દેશમાં ગેરકાયદેસર પ્રવેશના કેસની સુનાવણી 23 મેથી શરૂ કરી હતી. ચોક્સીની કાનૂની ટીમને કોર્ટ એ ડોમિનિકા ચાઇના ફ્રેન્ડશીપ હોસ્પિટલના ડોકટરોનું મેડિકલ સર્ટિફિકેટ કોર્ટ સમક્ષ રજૂ કર્યું જેમાં જણાવ્યું છે કે ચોક્સી માનસિક તાણમાં છે અને તેનું બ્લડ પ્રેશર વધી ગયું છે.
ચીફ મેજિસ્ટ્રેટ કેરેટે જ્યોર્જે કેસની સુનાવણી 25 જૂન સુધી મુલતવી રાખી અને ચોક્સીને હોસ્પિટલમાં પોલીસ દેખરેખ હેઠળ રાખવા જણાવ્યું હતું. તેમના દ્રારા અધિકારીઓને ચોક્સીને વધુ કસ્ટડી માટે 17 જૂને કોર્ટ સમક્ષ રજૂ કરવા કહેવામાં આવ્યુ હતું
ઉલ્લેખનીય છે કે, મેહુલ ચોક્સી પંજાબ નેશનલ બેંકના 13 હજાર 500 કરોડના કૌભાંડમાં વોન્ટેડ છે. લંડનમાં ચોક્સીના વકીલ, માઇકલ પોલાકે સોમવારે એક નિવેદન બહાર પાડીને એવો દાવો કર્યો છે કે કેટલાક નવા પુરાવા મળ્યા છે જે સૂચવે છે કે બાર્બરા જબારીકા એક બોટમાં રોકવા માટે બુકિંગ શોધી રહી હતી. ચોક્સી છેલ્લે બાર્બરા સાથે જોવા મળ્યો હતો. પોલાકે આ મામલે બે વીડિયો પણ જાહેર કર્યા છે.
ભાગેડુ ડાયમંડ વેપારી મેહુલ ચોક્સીને ભારત લાવવાના પ્રયાસો ચાલુ છે. ભારતીય સત્તાવાળાઓએ સોમવારે ડોમિનિકા હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું કે મેહુલ ચોક્સીની ભારતીય નાગરિકતાનો ત્યાગ કરવાની અરજી નામંજૂર કરવામાં આવી છે. તે હજી એક ભારતીય નાગરિક છે.