- મેલબર્નમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું
- શહેરમાં પાંચ દિવસનું લગાવાયું લોકડાઉન
- ઓસ્ટ્રેલિયન ઓપન અંગે લેવાયો મોટો નિર્ણય
- દર્શકો વગર આયોજિત કરાશે ઓસ્ટ્રેલિયન ઓપન
દિલ્લી: વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપન હવે પ્રેક્ષકો વગર મેલબર્નમાં રમવામાં આવશે. કોરોના વધતા મેલબર્નમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અગાઉ મર્યાદિત સંખ્યામાં દર્શકોને આવવાની મંજૂરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, મેલબર્નમાં યુકેમાં આવેલ કોરોના વાયરસના સ્ટ્રેઇનનો કેસ જોવા મળ્યો છે, જેના પગલે સમગ્ર શહેરમાં પાંચ દિવસનું લોકડાઉન લગાડવામાં આવ્યું છે. શુક્રવારથી લોકડાઉનનો આદેશ આપવામાં આવ્યો છે.
કોવિડના અનેક કેસ મેલબર્ન એરપોર્ટ પરની ક્વોરેન્ટાઇન હોટલમાં મળી આવ્યા છે.જે બાદ શુક્રવારની રાતથી શહેરમાં લોકડાઉન લાગવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સોમવારથી ઓસ્ટ્રેલિયા ઓપનનો પ્રારંભ થયો છે. ચાર દિવસની ગેમ પૂર્ણ થઈ ગઈ છે.સેરેના વિલિયમ્સ, નોવાક જોકોવિચ અને નાઓમી ઓસાકા જેવા ખેલાડીઓને ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરવાનો બાકી છે.
કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને મર્યાદિત સંખ્યામાં દર્શકોને કોર્ટની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી હતી. તે જ સમયે ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓ પણ જરૂરી સમયગાળા માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
-દેવાંશી