ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા થયાં ક્વોરન્ટાઈન
મુંબઈઃ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ અને ઈંગ્લેન્ડ સિરિઝ માટે આગામી દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમ રવાના થશે. તે પહેલા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આજથી ભારતીય ક્રિકેટ ટીમ બે સપ્તાહ માટે કવોરન્ટાઈન થઈ છે. બીસીસીઆઇએ ઘડેલા ક્વોરન્ટાઇન કાર્યક્રમમાં પહેલાથી જ મુંબઇમાં રહેતા ખેલાડીઓને એક સપ્તાહ હોમ ક્વોરન્ટાઇન થવાની છુટ અપાઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારી વચ્ચે ઈંગ્લેન્ડ પ્રવાસને લઈને બીસીસીઆઇ એ ઘડેલા ક્વોરન્ટાઇ કાર્યક્રમ મુજબ પુરુષ ખેલાડીઓના 20 સભ્યો મુંબઇની હોટલમાં ક્વોરન્ટાઈન થયાં હોવાનું જાણવા મળે છે. ભારતીય ક્રિકેટ ટીમ તા. 2 જૂનના રોજ ઈંગ્લેન્ડ જવા રવાના થશે. પ્રવાસના બે સપ્તાહ પહેલા ટીમના ખેલાડીઓને કોરોના સંક્રમણથી બચાવવા ક્વોરન્ટાઈન કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. જેથી આજથી ભારતીય ક્રિકેટ ટીમના સભ્યોનો ક્વોરન્ટાઈન પિરીયટ શરૂ થયો છે. જો કે, વિરાટ કોહલી, રોહિત શર્મા, અજીંક્ય રહાણે અને રવિ શાસ્ત્રી એક સત્પાહ ઘરે જ ક્વોરન્ટાઇન હેઠળ રહેશે. ભારતીય પુરુષ ટીમની સાથે જ ભારતીય મહિલા ટીમ પણ ઇંગ્લેંડ પ્રવાસ પર સાથે જ રવાના થનાર છે. બંને ટીમો વિશેષ ચાર્ટર પ્લેન મારફતે મુંબઇથી લંડન જવા રવાના થશે. મહિલા ટીમ એક ટેસ્ટ મેચ અને 3 વન ડે મેચોની અને 3 ટી20 મેચોની શ્રેણી રમશે