અમદાવાદ : અદાણી ગ્રુપે (“Adani”; NSE: ADANIENT) જાહેરાત કરી છે કે તેણે બૉલાર્ડ પાવર સિસ્ટમ્સ (NASDAQ: BLDP; TSX: BLDP) સાથે ભારતમાં વિવિધ વાહનો અને ઔદ્યોગિક ઉપયોગિતા માટે હાઈડ્રોજન ફ્યુઅલ સેલ્સના વ્યાપારીકરણના હેતુથી સંયુક્ત મૂડીરોકાણ માટે નૉન-બાઈન્ડીંગ સમજૂતિના કરાર (“MoU”) કર્યા છે. આ સમજૂતિના કરાર હેઠળ બંને પક્ષો ભારતમાં ફ્યુઅલ સેલ ઉત્પાદન માટે સહયોગ કરવાના વિવિધ વિકલ્પોનુ મૂલ્યાંકન કરશે.
હાઈડ્રોજનને વધુને વધુ પ્રમાણમાં ઉર્જા અને વાહનોના ડિ-કાર્બોનાઈઝેશન માટે મહત્વનું માધ્યમ ગણવામાં આવે છે. અદાણીનો ઉદ્દેશ રિન્યુએબલ એનર્જીમાં મૂડીરોકાણ વધારીને દુનિયાના સૌથી મોટા ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદક બનવાનો છે. સમજૂતિના આ કરાર હેઠળ જે પ્રયાસો કરવામાં આવશે તે અદાણી એન્ટરપ્રાઈઝની નવી રચાયેલી પેટા કંપની, અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL) ના નેજા હેઠળ કરવામાં આવશે. આ કંપની ડાઉનસ્ટ્રીમ પ્રોડક્ટસ, ગ્રીન ઈલેક્ટ્રિસીટી જનરેશન, ઈલેક્ટ્રોલાઈઝરના ઉત્પાદન અને વિન્ડ ટર્બાઈન્સ તથા અન્ય ઉત્પાદનો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે.
અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL) ના ડિરેક્ટર શ્રી વિનીત જૈન જણાવે છે કે “ગ્રીન હાઈડ્રોજન એ ભવિષ્યનું બળતણ છે અને ભારતમાં એનર્જીના ટ્રાન્ઝીશનમાં ગેમ-ચેન્જર બની રહેશે. ગ્રીન હાઈડ્રોજન વેલ્યુચેઈનના નિર્માણ માટેની અમારી વિશ્વસ્તરની ક્ષમતા એનર્જી ટ્રાન્ઝીશન માટે ખૂબ જ મહત્વની બની રહેશે. અમે ભારતમાં પરસ્પરના સહયોગથી ફ્યુઅલ સેલ વ્યવસ્થાના નિર્માણ માટે ટેકનોલોજીમાં વિશ્વની આગેવાન કંપની બોલાર્ડ સાથે સહભાગી બનતાં રોમાંચ અનુભવીએ છીએ. અમે અમારા વિવિધ બિઝનેસમાં ફ્યુઅલ સેલ ટ્રક્સ, માઈનીંગ ઈક્વિપમેન્ટસ, મરાઈન વેસલ્સ, ઓફ્ફરોડ વ્હિકલ અને ક્રિટીકલ ઈન્ડસ્ટ્રિયલ પાવર ક્ષેત્રે ઈનોવેટીવ વપરાશના વિવિધ કેસ રજૂ કરીશું. આ વ્યૂહાત્મક સહયોગ મારફતે અમે ઉદ્યોગને આકાર આપીશું.”
બોલાર્ડના પ્રેસિડેન્ટ અને સીઈઓ શ્રી રેન્ડી મેકએવન જણાવે છે કે “અમે ગૌતમ અદાણીની પ્રેરણાદાયી આગેવાની હેઠળ, અદાણી જૂથ સાથે ભાગીદારી કરતાં અને ગ્રુપના પોર્ટફોલિયોમાં અત્યંત પૂરક અસ્કયામત બનવા બદલ રોમાંચ અનુભવીએ છીએ. ભારત બોલાર્ડ માટે વૃધ્ધિની નવી તકોનું પ્રતિનિધિત્વ કરે છે અને અમે અદાણી ગ્રુપ સાથે કામ કરીને એનર્જી ટ્રાન્ઝીશનને વેગ આપવા માટે સહયોગ આપી ડિ-કાર્બોનાઈઝેશનનની વૃધ્ધિનુ ધ્યેય હાંસલ કરવા માટે આશાવાદી છીએ.”
1988માં સ્થપાયેલા અદાણી ગ્રુપનું વર્તમાન માર્કેટ કેપિટલાઈઝેશન ~US$151 અબજ છે, જેમાં સાત પબ્લિકલી લીસ્ટેડ કંપનીઓની સાથે વિજ ઉત્પાદન અને વિતરણ, રિન્યુએબલ એનર્જી, ગેસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજીસ્ટીક્સ (સીપોર્ટ, એરપોર્ટસ, શિપીંગ અને રેલવે), માઈનીંગ અને રિસોર્સિસ તથા અન્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
બોલાર્ડ પાવર સિસ્ટમ્સનું વિઝન પૃથ્વીના પર્યાવરણલક્ષી ભાવિ માટે ફ્યુઅલ સેલ પાવરના વિતરણનું છે. બૉલાર્ડના જીરો એમિશન PEM ફ્યુઅલ સેલ્સ બસ, કોમર્શિયલ ટ્રક્સ, ટ્રેઈન્સ, મરાઈન જહાજો, પેસેન્જર કાર્સ અને ફોર્કલીફ્ટ ટ્રક્સ જેવા વાહનોના વિજળીકરણ માટે બળતણ પૂરૂં પાડવાનું છે.