આજના સમયમાં દરેક સારા દેખાવા માંગે છે અને જો તેમ છે તો છોકરા કેમ ન ધ્યાન રાખે. તે પણ સાચુ છે કે સ્ત્રીઓ તેવા પુરુષોથી વધુ આકર્ષિત થાય છે જે લોકો સારી રીતે પોતાના શરીરને મેન્ટન કરતા હોય. તો ચાલો કેટલીક ખાસ વાતો જાણીએ જે પુરુષોની ત્વચા ની સારસંભાળ ( મેન્સ સ્કીન કેર રૂટિન ) સાથે સંબંધિત છે.
ત્વચાને ઊંડાઈથી પોષણ આપવા અને ડાઈડ્રેટ રાખવા માટે દિવસમાં એકવાર મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ.
ત્વચાને ટેનિંગ અને હાનિકારક યૂવી કિરણોથી બચાવવા માટે દિવસમાં એકવાર સનસ્કિનનો ઉપયોગ કરવો જોઈએ.
પુરુષોએ દાઢી કરતા પહેલા ત્વચા પર સ્ક્રબ કરવુ જોઈએ. તેની મદદથી ત્વચાની ઊંડાઈથી સફાઈ થાય છે.
ત્વચા પરની ગંદકી અને ધૂળને દૂર કરવા માટે ક્લીનઝરનો ઉપયોગ કરવો જોઈએ. દિવસમાં 2 વાર ક્લીનઝરનો ઉપયોગ કરવાથી ત્વચા પરથી ધૂળ, ગંદગી, પ્રદૂષણ અને બેક્ટેરિયા દૂર થાય છે.