Site icon Revoi.in

જો પુરુષો પોતાના કપડાની પસંદગી સ્કિનના રંગ પ્રમાણે કરે તો લૂક આકર્ષક બનશે- જાણો સ્કિન ટોન સાથે મેચ થતા રંગો

Social Share

ફેશન એવી વસ્તુથી છે તે કંઈ પણ રુપમાં આવિસ્કાર પામે છે, લોકો ફેશનમાં રંગ ઢંગ પણ ઘણી વખત ભૂલી જતા હોય છે, માતટે ફેશનની ઘેલછામાં ન શોભતા કપડા કે રંગો પહેરીને પોતાના ફેશનમાં ઢાળવાના પ્રયત્નો કરે છે, મહિલા હોય કે પછી પુરૂષ, તેમની પર્સનાલિટીને લઇને તમામ ઘણા સજાગ રહે છે, જો કે આપણાને એ સેન્સ હોવું ખૂબ જરુરી છે કે કેવા પ્રકારના કપડા પહેરવા જોઈએ.

આ સેન્સ એટલા માટે જરુરી છે કે આપણે સ્માર્ટ લૂક જોઈએ છે, આપણે આપણા લૂકને ડ્રેસિંગ અને સ્માર્ટ બનાવવો છે તો કેટલીક બાબતોનું ચોક્કસ ધ્યાન તો રાખવું જ પડશે .ત્યારે આજે વાત કરીએ પુરુષોના કપડાની, પુરુષોએ પોતાના કપડાના કલરની પસંદગી પોતાના સ્કિન ટોન પ્રમાણે કરવી જોઈએ જેથી તેઓ ફેશન જગતમાં ચમકી ઉઠે અને પોતાને આકર્ષક બનાવવાની તમન્નાને પુરી કરી શકે.

મોટા ભાગના લોકોનો સ્કિન ટોન ગૌવર્ણ હોય છે. જો આ સ્કિન ટોનના પુરુષો યોગ્ય રંગના કપડા પહેરે તો તેમનું વ્યક્તિત્વ ઉભરી આવતું હોય છે. ગૌવર્ણ રંગના વ્યક્તિઓએ ગ્રીન, નેવી બ્લૂ, બ્લેક, મધ્યમ લાઇટ ગ્રીન, બ્રાઉન, ઓરેન્જ, ખાકી રંગના કપડા પહેરવો જોઈએ. તેઓએ સફેદ કપડાં પહેરવાનું ચોક્કસપણે ટાળવું જોઈએ. આ સ્કિન ટોનવાળા પુરૂષો પર ગોલ્ડન કલર પણ સારો લાગે છે.તેથી આ કલરના કપડા તમને સ્માર્ટ લૂક આપશે.

આ સાથે જ જો કોઈ પુરુષનો રંગ સફદ છે તો તમારે એમ ન માનવું કે તમારા પર દરેક રંગો તમારા પર સાર લાગશે. સફેદ રંગના પુરૂષોને પણ કાળજીપૂર્વક કપડાં પસંદ કરવા જોઈએ. સફેદ રંગના પુરૂષો પર ગ્રીન, બ્લૂ, પર્પલ અને પિંક કલરના કપડા ઘણા સારા લાગે છે, ત્યારે ડાર્ક કલર્સમાં રેડ, બ્લૂ પણ તેમના પર ખૂબ સારા લાગે છેલાઈટ કલરને તનારે અવોઈડ કરવો જોઈએ.

શ્યામ રંગના પુરુષોની જો વાત કરવામાં આવે તો તેમના પર ક્રીમ રંગ ખૂબજ શોભે છે. અને જો તમારી સ્કિન વધુ બ્લેક છે તો મરૂન, ગ્રે, લાઇટ રેડ કલર પણ તમારા પર વધુ શૂટેબલ રહે છે. લાઇટ બ્લુ, પિંક અને ઓરેન્જ જેવા રંગો પણ આ સ્કિન ટોનવાળા પુરુષો પર સારા લાગે છે.