બુધની મીન રાશિમાં થવાની છે એન્ટ્રી, જાણો કઈ ત્રણ રાશિઓને થશે મોજ
Mercury Transit 2024: ગ્રહોના રાજકુમાર જલ્દી માર્ચમાં મીન રાશિમાં પ્રવેશ કરવાના છે. બુધનું રાશિ પરિવર્તન તમામ રાશિઓને અસર કરશે. માર્ચની શરૂઆતમાં બુધ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરશે. 7મી માર્ચે સવારે ગુરુની રાશિ મીનમાં બુધ ગોચર કરશે. બુધના ગોચરથી રાહુ અને બુધની યુતિ બનશે. આ યુતિ 25 માર્ચ સુધી રહેશે. કુંભમાંથી મીન રાશિમાં બુધનો પ્રવેશ કેટલીક રાશિઓ માટે બેહદ ભાગ્યશાળી માનવામાં આવે છે. માટે આવો જાણીએ કે મીન રાશિમાં બુધના ગોચર કરવાથી કઈ રાશિઓના નસીબ બદલાય જવાની શક્યતા છે.
તુલા રાશિ-
બુધના રાશિ પરિવર્તનથી તુલા રાશિના જાતકોને ફાયદો થવાનો છે. નાણાંકીય મુશ્કેલીઓ દૂર થવા લાગશે. વેપારમાં ધનને લઈને તણાવ સમાપ્ત થશે. તો, સૂઝબૂઝથી તમે તમારા પરફોર્મન્સને પણ ઈમ્પ્રૂવ કરી શકશો. તમારા જીવનસાથીને સમય જરૂર આપો.
વૃષભ રાશિ-
વૃષભ રાશિના લોકો માટે બુધનું આ ગોચર બેહદ ફાયદાકારક માનવામાં આવે છે. આગામી સમયમાં તમારી બનાવેલી દરેક રણનીતિ સફળતાના કદમ ચુમશે. કામના સંદર્ભે યાત્રા કરવી પડે તેવી શક્યતા છે. સ્વાસ્થ્ય સારું રહેવાનું છે. હેલ્ધી ડાયટ લેતા રહો. વેપારમાં ફસાયેલા નાણાં પાછા મળવાની શક્યતા છે.
કુંભ રાશિ-
બુધનું ગોચર કુંભ રાશિ માટે પણ શુભ માનવામાં આવે છે. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓનું મન ભણવામાં ખૂબ લાગશે. સારી યોજનાઓની સાથે વેપારમાં પ્રોફિટ કમાઈ શકો છો. તમારી તબિયતનું ધ્યાન રાખો અને જંક ફૂડ ખાવાથી બચો. ધન લાભ થવાની સંભાવના છે. માતાની દેખભાળ કરો.
(ડિસ્કેલમર – આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો કરી રહ્યા નથી કે તે સંપૂર્ણપણે સત્ય અને ચોક્કસ છે. વિસ્તૃત અને વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ જરૂર લો)