ડિપ્લોમાં ઈજનેરીમાં ઓનલાઈન પ્રવેશ રજિસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ, 4થીએ મેરીટ લિસ્ટ જાહેર કરાશે
અમદાવાદઃ ગુજરાતમાં ડિપ્લોમાના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો આજે 24મી જુનને સોમવારે છેલ્લો દિવસ છે. ત્યારબાદ આગાની તા. 4થી જુલાઈએ મેરિટલિસ્ટ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને મેરીટને આધારે ચોઈસ મુજબ વિદ્યાશાખામાં પ્રવાશે આપવામાં આવશે. પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ તારીખ 4 જુલાઈ થી 8 જુલાઈ દરમિયાન રાખવામાં આવી છે તેમ જ મોક રાઉન્ડનું પરિણામ 11 જુલાઈના રોજ અને 11 જુલાઇએ ફાઇનલ મેરિટ લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે.
ગુજરાત રાજ્યમાં ધોરણ 10 બાદ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે જેમાં હાલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં છે. આજે તારીખ 24 જૂનને સોમવારે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અંતિમ દિવસ છે ત્યારબાદ તારીખ 4 જુલાઈના રોજ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે ગુજરાતમાં કુલ સરકારી અનુદાનિત અને સેલ્ફ ફાઇનાન્સ સહિત 149 ડિપ્લોમા ઇજનેરી માટેની સંસ્થાઓ છે જેમાં 69223 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રથમ વર્ષ ડિપ્લોમા ઇજનેરીની કુલ 31 સરકારી સંસ્થાઓ છે, જેમાં 20,698 બેઠકો ઉપલબ્ધ છે. જ્યારે પાંચ અનુદાનિત સંસ્થાઓમાં 1515 બેઠકો ઉપલબ્ધ છે, ઉપરાંત સેલ્ફ ફાઇનાન્સ 113 કોલેજોમાં 47,010 બેઠકો છે. આમ કૂલ 69223 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ તારીખ 4 જુલાઈ થી 8 જુલાઈ દરમિયાન રાખવામાં આવી છે તેમ જ મોક રાઉન્ડનું પરિણામ 11 જુલાઈના રોજ અને 11 જુલાઇએ ફાઇનલ મેરિટ લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે.
પ્રથમ રાઉન્ડ માટે ઉમેદવારોને વૈકલ્પિક ચોઈસ આપવા માટે 12 જુલાઈ થી 15 જુલાઈનો સમય આપવામાં આવ્યો છે જ્યારે 19 જુલાઈથી 22 જુલાઈ દરમિયાન ઓનલાઇન ફી ભરવાની રહેશે. 19 જુલાઈ થી 22 જુલાઈ દરમિયાન ઓનલાઇન પ્રવેશ રદ પણ કરાવી શકાશે. પ્રથમ રાઉન્ડમાં જે ખાલી જગ્યાઓ કેટલી બાકી રહી ગઈ તેની જાહેરાત 25 જુલાઈના રોજ કરવામાં આવશે. 25 જુલાઈથી 29 જુલાઈ સુધી રાઉન્ડ શરૂ કરવામાં આવશે. જેમાં બે ઓગસ્ટના રોજ બીજા રાઉન્ડ અંતર્ગત બેઠકો માટે એલોટમેન્ટ જાહેર કરવામાં આવશે. બીજા રાઉન્ડ માટે ફી ભરવાનો સમય ગાળો બીજી ઓગસ્ટથી પાંચમી ઓગસ્ટ દરમિયાન રહેશે તેમજ બીજા રાઉન્ડ બાટલી જગ્યાઓ ખાલી રહી છે તેની જાહેરાત 8 ઓગસ્ટના રોજ કરવામાં આવશે.