પક્ષીઓ વિશેની માહિતી આપતી મર્લિન એપમાં વધુ બે પ્રાદેશિક ભાષાઓ ઉમેરાય – મરાઠી અને મલાયમ ભાષામાં પણ હવે માહીતી પ્રાપ્ત કરી શકાશે
- મર્લિન એવી એપ્સ જે જે પક્ષીઓ વિશેની માહિતી આપે છે
- હવે આ એપમાં વધુ બે ભાષાઓ એડ કરવામાં આવી
- આ પહેલા બંગાળી,ગુજરાતી પંજાબી સહીતની ભાષાઓ હતી
મરાઠી અને મલયાલમ ભાષામાં પક્ષીઓ વિશે માહિતી આપતી એપ મર્લિન પણ લોન્ચ કરવામાં આવી છે. અત્યાર સુધી હિન્દી, આસામી, બંગાળી, ગુજરાતી, ઓડિયા અને તેલુગુમાં ઉપલબ્ધ આ એપ યુએસની કોર્નેલ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવી છે.
બર્ડ કાઉન્ટ ઇન્ડિયા પ્રાદેશિકતાના આધારે આ માહિતીનો અનુવાદ કરવામાં મદદ કરે છે. બર્ડ કાઉન્ટ ઈન્ડિયાના પ્રવીણ જેએ કહ્યું, મરાઠી અને મલયાલમ એ અમારા અનુવાદ પ્રોજેક્ટની માત્ર શરૂઆત છે. અમે દરેક પ્રાદેશિક ભાષામાં પક્ષીની માહિતી આપવા માટે સંબંધિત રાજ્યો સાથે ભાગીદારી કરવાનું આયોજન કરી રહ્યા છીએ.
શું છે મર્લિમ એપ જાણો
મર્લિન બર્ડ એપ એટલે કે તમે જે પક્ષીઓ જુઓ છો અને સાંભળો છો તેને ઓળખવામાં મદદ કરે છે. મર્લિન અન્ય કોઈપણ પક્ષી એપ્લિકેશનથી વિપરીત છે—તે eBird દ્વારા સંચાલિત છે, જે પક્ષી જોવા, અવાજો અને ફોટાનો વિશ્વનો સૌથી મોટો ડેટાબેઝ ઘરાવે છે.જે પ્રાદેશિક ભાષાોમાં પણ માહિતી આપે છે તેમાં હવે મરાઠઈ અને મલાયમ બે ભાષાનો ઉમેરો કરવામાં આવ્યો છે.