Site icon Revoi.in

હવામાન વિભાગની આગાહી-દિલ્હી-NCRમાં વધશે ઠંડી

Social Share

દિલ્હી:પહાડો પર હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં વધવા લાગી છે.છેલ્લા 24 કલાકમાં દિલ્હીનું લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી ઘટીને 9.6 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે,આ સપ્તાહથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થશે અને શિયાળાની ઠંડી વધશે.

રાજધાનીમાં રવિવારે સવારે ધુમ્મસ છવાયું હતું અને વધુ ઠંડીનો અહેસાસ થયો હતો.આખો દિવસ તડકો રહ્યો હતો.આમ છતાં તાપમાનમાં કોઈ વધારો થયો ન હતો.મહત્તમ તાપમાન 26.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ઓછું હતું. હવામાં ભેજનું પ્રમાણ 36 થી 90 ટકા હતું.હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપ વચ્ચે પર્વતો પર હિમવર્ષાનો સમયગાળો છે.

આવી સ્થિતિમાં, આગામી થોડા દિવસોમાં પહાડો પરથી આવતા ઠંડા પવનને કારણે દિલ્હી-એનસીઆરમાં વધુ ઠંડીનો અનુભવ થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં સૂર્યપ્રકાશ સાથે મહત્તમ તાપમાન 27 અને લઘુત્તમ તાપમાન નવ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.વિભાગના જણાવ્યા અનુસાર સપ્તાહના અંત સુધીમાં મહત્તમ તાપમાન 27 અને લઘુત્તમ તાપમાન નવ ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.