Site icon Revoi.in

મિઝોરમના સીએમ અમિત શાહને મળ્યા,મ્યાનમારના શરણાર્થીઓ મુદ્દે ચર્ચા કરી

Social Share

ઐઝાવ્લ:મિઝોરમના મુખ્યમંત્રી જોરામથાંગાએ ગુરુવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી અને ગયા વર્ષે સેના સત્તામાં આવ્યા પછી પડોશી મ્યાનમારથી રાજ્યમાં લોકોના ધસારાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી.

જોરમથાંગાએ એમ પણ કહ્યું કે,કેન્દ્રીય ગૃહમંત્રી નવેમ્બરમાં મિઝોરમની મુલાકાત લેશે અને આઈઝોલથી લગભગ 15 કિમી દૂર જોખવાસંગ ખાતે આસામ રાઈફલ્સ બેઝનું ઉદ્ઘાટન કરશે. મુખ્ય પ્રધાને તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “મ્યાંમારમાં રાજકીય સંકટ અને પડોશી દેશમાંથી શરણાર્થીઓના પ્રવાહ અંગે ચર્ચા કરવા માટે હું ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યો હતો.”

તેમણે કહ્યું કે કેન્દ્રીય મંત્રીએ મ્યાનમાર અને ભારતમાં મ્યાનમાર શરણાર્થીઓની સ્થિતિની સમિક્ષા કરી.સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે,ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સેના સત્તામાં આવી ત્યારથી 30,000 થી વધુ મ્યાનમારના નાગરિકોએ મિઝોરમના વિવિધ ભાગોમાં આશ્રય લીધો છે.