Site icon Revoi.in

હવે ટ્વિટરને ટક્કર આપવા તૈયાર છે મેટાનું ‘Threads’ – ઈન્સ્ટાગ્રામ સાથે થશે કનેક્ટ

Social Share

 

દિલ્હીઃ- સોશિયલ મીડિયા ટેકનોલોજીમાં અવનવા ફિચર આવી રહ્યા છએ તો સાથે જ એવનવા પ્લેટફોર્મ એકબીજાને ટક્કર આપી રહ્યા છે ત્યારે  હવે ટ્વિટરને ટક્કર આપવા તૈયાર છે જે મેટાનું ‘Threads’ – ઈન્સ્ટાગ્રામ સાથે થશે કનેક્ટ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની માલિક મેટા હવે ટ્વિટરને સ્પર્ધા આપવા માટે ટૂંક સમયમાં જ ‘થ્રેડ્સ’ નામની એપ માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે.

 ન્યૂયોર્ક ટાઈમ્સના એહવાલ પ્રમાણે યુએસમાં એપલના એપ સ્ટોરના ડેટા પ્રમાણે આ એપ 6 જુલાઈએ લોન્ચ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે અને તે વપરાશકર્તાઓ માટે ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે.

યુએસ સ્થિત ટેક પોર્ટલ ટેકક્રંચના એક અહેવાલ મુજબ, ‘થ્રેડ્સ’ ઈન્સ્ટાગ્રામ સાથે લિંક કરવામાં આવશે અને ટ્વિટર પર તે પકડી શકે છે, કારણ કે તે સીધા વપરાશકર્તાના ઈન્સ્ચાગ્રામ ફોલોઅર્સ લિસ્ટ સાથે લિંક થશે.
આ સાથે જ રિપોર્ટમાં  જણાવ્યું  છે કે શરૂઆતથી સમુદાયનું પુનઃનિર્માણ કરવાને બદલે, થ્રેડ્સ વપરાશકર્તાઓ પાસે પહેલેથી જ તેમનું અસ્તિત્વમાંનું ઈન્સ્ટાગ્રામ વર્તુળ હશે. આ એપમાં યુઝર ટ્વિટરની જેમ ટ્વિટ, રી-ટ્વીટ, લાઈક, શેર, કોમેન્ટ વગેરે જેવા ફિચરનો વપરાશ કરી શકશે.