- ઉતર ભારતમાં વરસાદે વધારી ઠંડી
- હજુ ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના
- હવામાન વિભાગે કરી આગાહી
દિલ્લી: રવિવારે ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેને પગલે ઠંડીનો પ્રકોપ વધ્યો છે. હવે હવામાન વિભાગે થોડા કલાકોમાં ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ,આગામી બે કલાકમાં રાજસ્થાનના અલવર, તિજારા, કોટપુતલી,ડીગ, ભરતપુર અને ઉતરપ્રદેશના અલીગઢ, જટારી, ઇગલાસ, ખૈર, સહસવાન, હાથરસ, બરસાણા, ખુર્જા, અનુપશહર, ગબ્બાના, ચંદૌસી, બહજોઇ, સંભલમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. એટલું જ નહીં હવામાન વિભાગે આગામી બે કલાકમાં હરિયાણાના પલવલ, હોડલ,ઓરંગાબાદ અને નુહમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરી છે.
ભારતીય હવામાન વિભાગએ ઉત્તર ભારતમાં 5 જાન્યુઆરી સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જુદા-જુદા સ્થળોએ વરસાદ ઉપરાંત ઓલાવૃષ્ટિનું પણ પુર્વાનુમાન છે. આઇએમડી મુજબ આ પ્રકારની મોસમી ગતિવિધિયો મેદાની વિસ્તારો (પંજાબ,હરિયાણા, ચંડીગઢ, દિલ્હી,પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને ઉત્તરી રાજસ્થાન) માં રવિવાર અને સોમવારથી જયારે સોમવારથી પશ્ચિમી હિમાલયી ક્ષેત્ર (જમ્મુ-કાશ્મીર,લદ્દાખ,ગિલગિત-બાલ્તિસ્તાન અને મુઝફ્ફરાબાદ,હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ) માં ચરમ પર રહેશે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની ભાગોમાં ઉત્તરી-ઉતરી પશ્ચિમ હવાઓનું અનુમાન છે.જેના કારણે 7 જાન્યુઆરીથી પંજાબ,હરિયાણા અને ઉત્તર રાજસ્થાનના દૂરસ્થ સ્થળોએ ભારે શીત લહેરાવાની સંભાવના છે.
-દેવાંશી