હવામાન વિભાગની આગાહી- આગામી 5 દિવસમાં દેશના આ રાજ્યોમાં પડશે ભીષણ ગરમી
- પંજાબ,હરિયાણામાં ભીષમ ગરમીની આગાહી
- આગામી 5 દિવસ માટે હવામાન ખાતાએ આગાહી જારી કરી
દેશભરમાં ભર ઉનાળાની શરુાત થી ચૂકી છે ત્યારે દેશના કેટલાક રાજ્યોમાં ભારે લૂની પણ આગાહી કરવામાં આવી છે, દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના લોકો માટે હવામાનને લઈને આગાહી કરાઈ છે. હવામાન વિભાગનું કહેવું છે કે 17 થી 19 એપ્રિલ દરમિયાન આ વિસ્તારોમાં આકરી ગરમી પડવાની સંભાવનાઓ. આવી સ્થિતિમાં લોકોએ બપોરે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ.આ સાથે જ પ્રજાઓએ ભારે લૂનો પણ સામનો કરવો પડશે
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે તારિખ 17 થી 19 એપ્રિલ દરમિયાન રાજસ્થાનમાં ગરમીનું મોજું પ્રવર્તશે અને જોરદાર ગરમીમાં લોકોએ શેકાવું પડશે. બીજી તરફ પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં 17-18 એપ્રિલના રોજ ભારે ગરમી પડશે.
બીજી તરફ ગુજરાતમાં પણ ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે,વિભાગે કહ્યું કે હિમાચલ પ્રદેશમાં 18 એપ્રિલ સુધી, જમ્મુ ક્ષેત્રમાં 16-18 એપ્રિલ સુધી, યુપી અને મધ્ય પ્રદેશમાં 17-19 એપ્રિલ સુધી. બિહાર અને ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ હીટ વેવની સંભાવના છે.
હવામાન વિભાગના કહ્યા મુબજ ઉત્તર-પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ રહ્યો છે. આ સમસ્યાને કારણે 19 એપ્રિલ પછી દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં વરસાદ પણ પડી શકે છે. આ વરસાદ અને ઠંડા પવનોને કારણે 42-43 ડિગ્રી સેલ્સિયસ ચાલતા તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે.જો કે હાલ તો ગરમીનો પ્રકોપ પ્રજાઓ સહન કરવાનો રહેશે.