કાળઝાળ ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ અંગ દઝાડતી ગરમીને હજુ પણ આગામી પાંચ દિવસ સુધી સહન કરવી પડશે. જેમાં 9 જિલ્લાઓમાં ગરમીની અસર વધુ રહેતા હિટવેવની અસર રહેશે. અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, પોરબંદર, વલસાડ અને ભાવનગરમાં હિટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હિટવેવ સામે રક્ષણ માટે લોકોએ વારંવાર પાણી પીવાની અને નારીયેળ તથા લીંબુ શરબતનો ઉપયોગ કરવા માટેની પણ અપીલ કરવામાં આવી છે.
તો ગઈકાલના ગરમીના આંકડામાં ડીસા અને સુરેન્દ્રનગરમાં 45 ડીગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. જયારે અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ભાવનગર , વડોદરા, રાજકોટમાં 44થી ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જયારે દ્વારકામાં 32.2 અને વેરાવળમાં 33.4 ડીગ્રી સૌથી ઓછુ નોંધાયું હતું. બીજી તરફ ભારતીય હવામાન વિભાગ અનુસાર, ચોમાસું આંદામાન-નિકોબાર પહોંચી ગયું છે. તે 31મી મે સુધીમાં કેરળ પહોંચશે અને 18 જુનથી 30 જુન દરમિયાન ગુજરાતમાં પહોચે તેવી શક્યતા છે.