1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં કાલે બુધવારથી ત્રણ દિવસ સુધી માવઠું પડવાની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં કાલે બુધવારથી ત્રણ દિવસ સુધી માવઠું પડવાની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં કાલે બુધવારથી ત્રણ દિવસ સુધી માવઠું પડવાની હવામાન વિભાગની આગાહી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે ફરીવાર કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉનાળાના બે મહિના એટલે કે ફાગણ અને ચૈત્ર મહિના દરમિયાન પણ એકંદરે ગરમી સાથે માવઠાનો માહોલ પણ જોવા મળ્યો હતો. છેલ્લા બે દિવસથી લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. ત્યારે બવે આવતીકાલ તા.26મીને બુધવારથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે બુધવારથી 3 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં અમદાવાદ સહિતના શહેરોમાં વાતાવરણમાં પલટો આવશે.જ્યારે  શુક્રવારે ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાના સંકેતો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. કે, આવતીકાલે  બુધવારથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં 26, 27 અને 28 એપ્રિલ એમ ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાની ષક્યતા છે. જ્યારે શુક્રવારના રોજ આ વિસ્તારોની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ રાજ્યમાં આવતીકાલે તા. 26 એપ્રિલના રોજ દાહોદ, તાપી, ડાંગ, નર્મદા, કચ્છ, અમદાવાદ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં થંન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. આ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે તા. 27મી  એપ્રિલને ગુરૂવારના રોજ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, બોટાદ સહિતના શહેરોમાં થંન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે અને 40 કિ.મી.ની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદની પડી શકે છે. તેમજ આગામી તા. 28 એપ્રિલને શુક્રવારના રોજ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોડા ઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, કચ્છ સહિતના વિસ્તારોમાં પવન સાથે હળવાથી મધ્યામ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. (FILE PHOTO)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code