Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં હિમ વરસાદની હવામાન વિભાગની આગાહી

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં હવામાન વિભાગે આગામી બે દિવસમાં હિમવર્ષાની આગાહી કરી છે. એટલું જ નહીં શુક્રવારે સોનમાર્ગ શહેરમાં હિમવર્ષા થઈ હતી. હવામાન વિભાગ દ્વારા ચાર જિલ્લામાં હિમપ્રાતને લઈને ચેતવણી આપવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના મેદાની વિસ્તારમાં તોફાની પવનો સાથે કરા પડવાની સંભાવના વિશે પણ માહિતી આપી હતી.

જમ્મુ અને કાશ્મીર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કાશ્મીર વિભાગના ચાર જિલ્લાઓ – કુપવાડા, બાંદીપોરા, બારામુલ્લા ગાંદરબલ – માટે મધ્યમ જોખમી સ્તરની હિમપ્રપાતની ચેતવણી જાહેર કરી હતી. J&K ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (JKDMA) ના એક અધિકારીએ જણાવ્યું કે, “આગામી 24-કલાકમાં કુપવાડા, બાંદીપોરા, ગાંદરબલ અને બારામુલ્લા જિલ્લામાં 2400 મીટરથી ઉપર મધ્યમ જોખમી સ્તર સાથે હિમપ્રપાત થવાની સંભાવના છે.” દરમિયાન, એક અહેવાલ આવ્યો છે કે જમ્મુ અને કાશ્મીરના સોનમાર્ગ શહેરમાં એક વિશાળ હિમપ્રપાત થયો છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ 29 અને 30 માર્ચે જમ્મુ અને કાશ્મીરના મેદાનો પર હળવા થવાની ચેતવણી આપી હતી. 30 માર્ચે જમ્મુ અને કાશ્મીરના મેદાનોમાં તોફાની પવનો સાથે કરા પડવાની સંભાવના વિશે પણ માહિતી આપી હતી. જમ્મુ-કાશ્મીરમાં બરફ વરસાદને પગલે ઠંડીમાં ચમકારો વધવાની શકયતા છે.