અમદાવાદઃ ગુજરાતમાં માર્ચ મહિનાની સાથે જ ઉનાળાનો પ્રારંભ થઈ રહ્યો છે અને ગરમીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. થંડર સ્ટોર્મ એક્ટીવ થતા આગામી બે દિવસમાં રાજ્યમાં છુટોછવાયો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં તા. 4 અને 5 માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આ વર્ષે ઉનાળો આકરો રહેવાની શકયતા છે. ગરમીનો પારો 50 ડિગ્રી નજીક પહોંવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. માર્ચ મહિનામાં તાપમાનનો પારો 42 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ પૈકી 3 દિવસ વાતાવરણ સુકુ રહેવાની શકયતા છે. ત્યાર બાદ થંડર સ્ટોર્મ એક્ટીવ થતા 4 અને 5 માર્ચના રોજ રાજ્યના વિવિધ નગરોમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ અને નવસારીમાં વરસાદ પડવાની આગાહી કરવાઈ છે. સાઇકલોનિક સર્ક્યુલેશન રાજસ્થાન તરફ છે જેના કારણે વાતાવણમાં પરિવર્તન આવશે અને ભેજના કારણે વરસાદ પણ થઈ શકે છે.
ગુજરાતમાં ચાલુ વર્ષે કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. દરમિયાન બે મહિનાના સમયગાળામાં તાપમાનમાં ચારથી છ ડિગ્રીનો વધારો થશે. જ્યારે જૂન મહિનામાં ગરમીમાધારો થશે. રાજ્યમાં માર્ચ મહિનામાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી જઈ શકે છે. આ વર્ષે ગુજરાતમાં ગરમીનો પારો 50 ડિગ્રીને આંબે તેવી પણ વકી છે. આ વર્ષે અલ નીનોની અસર ન્યૂટ્રલ રહેશે. હાલ તો અલ નીનોની પ્રિ મોન્સૂનને લઇને કોઈ નકારાત્મક અસર નથી.