Site icon Revoi.in

હવામાન વિભાગની આગાહી – ગુજરાતમાં આવનારા 24 કલાકમાં વરસાદની સંભાવના

Social Share

 

અમદાવાદઃ- છેલ્લા 3 દિવસથી રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો છેલ્લા 2 દિવસથી  કેટલાક જીલ્લાઓમાં ઘોઘમાર વરસાદ તો કેટાલાક જીલ્લાઓમાં વરસાદના ઝાપટા પડ્યા હતા, હાલ પણ ઘણા જીલ્લાઓમાં વરસાદ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.

આ સમગ્ર બાબતે રાજ્યના હવામાન વિભાગના જાણકાર એવા અંબાલાલ પટેલની આગાહી  કરી છે કે આગામી 24 કલાક  રાજ્યભરમાં  કમોસમી વરસાદ વરસી શકે છે.ઉલ્લેખનીય છે કે ગઈકાલે સમગ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં મેધરાજાનું આગમન થયું હતું.

ઉલ્લેખનીય છે કે ઉત્તર-મધ્ય ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ  સર્જાયેલું જોવા મળે છે, અને આગળના દિવસોમાં પણ વાતાવરમની સ્થિતિ આવી જ રહેશે, તો  બીજી તરફ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ સેવાઈ રહી છે,વિતેલા દિવસે સુરત જીલ્લામાં ભઆરે વરસાદ ખાબક્યો હતો ત્યારે આવનાર 24 કલાક દરમિયાન પણ ભારેથી મધ્ય વરસાદની સંભાવના સેવાઈ રહી છે.

આ સાથેજ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવનારા 48 કલાકમાં વરસાદનું જોર ઘટશે ,વાતાવરણ સાફ થતું જોવા મળશે,આ સાથએ જ બીજી તરફ નવેમ્બર મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાશે તેવી આગાહી સાથે આ સિઝનમાં ભારે ઠંડી પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે.