- ઉત્તરથી લઈને દક્ષિણના રાજ્યોમાં વરસાદ
- દિલ્હીમાં પણ હળવા વરસાદની આગાહી
- ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે
દિલ્હી:મોટાભાગના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે,જ્યાં દક્ષિણના રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી પહેલા થઇ,તો ગયા મહિનાના અંતમાં ઉત્તર ભારતના રાજ્યોમાં ચોમાસાનું આગમન થયું હતું, ત્યારબાદ ભારે વરસાદનો દોર શરુ છે. આજે પણ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ (IMD) અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ આજે (મંગળવારે) હળવો વરસાદ પડશે.અહીં લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે.આજે હળવો વરસાદ પડશે અને આકાશ વાદળછાયું રહેશે.આ સાથે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. નોંધનીય છે કે,છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં આજનું લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
ગુજરાત, કોંકણ, વિદર્ભ, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટકના દરિયાકાંઠાના ભાગો, તેલંગાણા વગેરે રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ, વાવાઝોડાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) એ ટ્વિટ કર્યું છે કે 28 જુલાઈ સુધી ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટકના આંતરિક ભાગો, પુડુચેરી, તમિલનાડુ અને કરાઈકલમાં વરસાદ પડશે.ઓડિશા અને ગુજરાતની વાત કરીએ તો 26 જુલાઈ સુધી ભારે વરસાદ પડશે.ઝારખંડમાં 28 અને 29 જુલાઈએ ભારે વરસાદની સંભાવના છે.
તેલંગાણામાં 27 જુલાઈ સુધી ભારે વરસાદ થઈ શકે છે. તે જ સમયે, કર્ણાટકના આંતરિક ભાગોમાં 27 થી 29 જુલાઈ સુધી ભારે વરસાદ પડશે, જ્યારે તમિલનાડુ અને પુડુચેરીમાં આજથી 29 જુલાઈ સુધી દરરોજ વરસાદ થવાની સંભાવના છે.