Site icon Revoi.in

હવામાન વિભાગની આગાહી – રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે

Social Share

અમદાવાદ:આકાશમાંથી અગનવર્ષા વરસાવતી ગરમીમાં લોકો શેકાવા માટે તૈયાર થઇ જજો. આગામી દિવસોમાં રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટી જતાં ગરમ અને સૂકા પવનો ફુંકાવાના કારણે હિટવેવ(લૂ)ના પ્રકોપથી લોકોની હાલત કફોડી બની જશે.

કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ હીટવેવ રહેશે. રાજકોટ, પોરબંદર, ગીર, ડીસા, પાલનપુરમાં હીટવેવ રહેશે.ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો ફરી ઉંચકાશે.આગામી દિવસોમાં તાપમાન 40 થી 41 ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે.હાલ, રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.

બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ગરમી વધશે.જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટમાં પણ કાળઝાળ ગરમી પડશે.તો બીજી તરફ હિટવેવની આગાહીને પગલે લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

હવામાન વિભાગે ગરમીથી બચવા માટે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે અને કામ સિવાય ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ.લીંબુ પાણી, શરબત,આરઓએસ વગરેનું સેવન કરવું જોઈએ.