1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તર ભારતમાં આગામી દિવસોમાં ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી
ઉત્તર ભારતમાં આગામી દિવસોમાં ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી

ઉત્તર ભારતમાં આગામી દિવસોમાં ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી

0
Social Share

દિલ્હીઃ ઉત્તર ભારતમાં હવાની દિશા બદલાઈ છે. સવારે અને શાંજના સમયે વાતાવરણમાં અચાનક બદવાય છે. ભારતમાં શિયાળાની શરૂઆત શરદ પૂર્ણિમાથી થયાનું મનાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આ વર્ષે દેશમાં ઠંડી વધારે પડશે. આ વર્ષની ઠંડી છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં વધારે હશે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર-પૂર્વ એશિયામાં આ વખતે કળકળતી ઠંજી પડવાની શકયતા છે. દેશમાં ઉત્તરભારના વિસ્તારોમાં ઠંડીનો પારો બેથી 3 ડિગ્રી સુધી ઘટવાની શકયતા છે. ઉત્તર-પશ્ચિમી હવાઓને કારણે દિલ્હીમાં આગામી સપ્તાહમાં તાપમાન 13 ડિગ્રી સેલ્સિયલ સુધી પહોંચવાની શકયતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં તાપમાન વધારે નીચે જશે જેથી ઠંડીમાં વધારો થશે. આ અનુમાન પ્રશાંત મહાસાગરમાં  વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે. ગયા મહિને દક્ષિણ અને ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ અને પવન ફુંકાયો હતો. જેથી વાતાવરણમાં અચાનક ફેરફાર થયો છે. ગયા વર્ષની સરખામણીએ ઠંડી આ વર્ષે પહેલી આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટવાની શકયતા છે. જેથી દિલ્હી, હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોમાં ઠંડીનો ચમકારો વધવાની શકયતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code