દિલ્હીઃ ઉત્તર ભારતમાં હવાની દિશા બદલાઈ છે. સવારે અને શાંજના સમયે વાતાવરણમાં અચાનક બદવાય છે. ભારતમાં શિયાળાની શરૂઆત શરદ પૂર્ણિમાથી થયાનું મનાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આ વર્ષે દેશમાં ઠંડી વધારે પડશે. આ વર્ષની ઠંડી છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં વધારે હશે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર-પૂર્વ એશિયામાં આ વખતે કળકળતી ઠંજી પડવાની શકયતા છે. દેશમાં ઉત્તરભારના વિસ્તારોમાં ઠંડીનો પારો બેથી 3 ડિગ્રી સુધી ઘટવાની શકયતા છે. ઉત્તર-પશ્ચિમી હવાઓને કારણે દિલ્હીમાં આગામી સપ્તાહમાં તાપમાન 13 ડિગ્રી સેલ્સિયલ સુધી પહોંચવાની શકયતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં તાપમાન વધારે નીચે જશે જેથી ઠંડીમાં વધારો થશે. આ અનુમાન પ્રશાંત મહાસાગરમાં વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે. ગયા મહિને દક્ષિણ અને ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ અને પવન ફુંકાયો હતો. જેથી વાતાવરણમાં અચાનક ફેરફાર થયો છે. ગયા વર્ષની સરખામણીએ ઠંડી આ વર્ષે પહેલી આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટવાની શકયતા છે. જેથી દિલ્હી, હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોમાં ઠંડીનો ચમકારો વધવાની શકયતા છે.