Site icon Revoi.in

હવામાન વિભાગની આગાહી- 25થી 4 જૂન સુધીમાં રાજ્યમાં ચોમાસું બેસશે

Social Share

અમદાવાદઃ- દેશભરમાં ઉનાળાની ગરમીથી લોકો ત્રાહિત્રામ પોકારી ઉઠ્યા છે ત્યારે ગુજરાત રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે જે પ્રમાણે હવે સોમાસુ દૂર નથી કારણ કે હવે ટૂંક સમયમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.જો કે વરસાદવના કારણે કારઝાળ ગરમીમાં રહાત મળી શકે છે,આ મામલે હવામાન વિભાગના  નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં સોચાસું ક્રાય.થી શરુ થશે તે અંગેની આગાહી જારી કરી છે.

હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે આવનારા દિવસોમાં ગુજરાતનું હવામાનબદલતું જોવા મળશે આ સાથે જ આવનારી 25 મેથી 4 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતાઓ સેવવામાં આવી છે.

જાણકારી પ્રમાણે  15 જૂન આસપાસ રાજ્ય.ભરમાં સારાએવા વરસાદની સંભાવના ઓ સેવાઈ રહી છે.આ સાથએ જ આવનારી  18 મેથી 6 જૂન સુધીમાં અરબસાગરમાં ચક્રવાતની શક્યતાઓ છે. આ ચક્રવાતના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસવાની ઘારણાઓ સેવાઈ છે.