હવામન વિભાગે હિટવેવની સાથે વરસાદની કરી આગાહી , 24 કલાકમાં બેવડી ઋતુનો થશે અનુભવ
- રાજ્યમાં 24 કલાક બેવડી ઋુતુનો અનુભવ થશે
- હોટવેવની સાથે વરસાદની આાગહી કરાઈ
અમદાવાદ – સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ વર્તાી રહ્યો છે તો બીજી તરફ ઠંડો પવન સૂસવાટા ભરી રહ્યો છે, ત્યારે ગુજરાત હવામાન વિભાગ દ્રારા સમગ્ર રાજ્યમાં ગરમીની સાથે સાથે 24 કલાક દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવનારા 24 કલાક સુધી બેવડી ઋતુ અનુભવી શકાશે, એક બાજુ ગરમી છે તો સાથે ઠંડો પવન પમ શરુ છે , તો ગુજરાતના સૌરાષ્ટ્ર,કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભઈષણ ગરમીની આગાહી કરવામાં આવી છે,સાથે જ અમદાવાદ શહેર પણ હોટ બની રહેશે.
આ તરફ ગુજરાતના કેટલા જીલ્લાઓમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેમાં દાહોદ,છોટાઉદેપુર,પંચમહાલમાં વરસાદ પડવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.
આ સાથે જ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ઉદેપુર, નર્મદા, તાપી, મહીસાગરમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે, બીજી તરફ કમાસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની રહેશે.
સાહિન-