હવામાન વિભાગે ચક્રવાત ‘બિપારજોય’ને લઈને આપ્યું એલર્ટ – આગામી 48 કલાકમાં ઘારણ કરી શકે ચે વિકરાર સ્વરુપ
- ચક્રવાત ‘બિપારજોય’ને લઈને આપ્યું એલર્ટ
- આગામી 48 કલાકમાં ઘારણ કરી શકે વિકરાર સ્વરુપ
દિલ્હીઃ- દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટા ચક્રવાતી તોફાન ‘બિપરજોય’નો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે ચક્રવાત બિપરજોયને લઈને એલર્ટ પણ જારી કર્યું છે. હવામાન વિભાગે 48 કલાકમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે અને તે ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે તેવી આગાહી કરી છે.
જાણકારી પ્રમાણે તોફાનના કારણે તોફાનની સાથે ઉત્તર કેરળ, કર્ણાટક અને ગોવાના તટીય વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે.ભારતીય હવામાન વિભાગએ ગુરુવારે જણાવ્યું હતું કે ચક્રવાત બિપરજોય આગામી 48 કલાકમાં ગંભીર સ્વરૂપ ધારણ કરશે અને આગામી ત્રણ દિવસ દરમિયાન દેશના ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે.
આસાથે જ આ વાવાઝોડાને કારણે પશ્ચિમ-મધ્ય અને દક્ષિણ અરબી સમુદ્રની આસપાસના વિસ્તારો અને ઉત્તર કેરળ, કર્ણાટક અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારો તેની ઝપેટમાં આવી શકે છે. જાણકારી 170 કિલો મીટરની ઝડપે આગળ વધી રહેલાં વિનાશક વાવાઝોડાને કારણે ભારે નુકસાનનીની ભીતિ સેવાઈ રહી છે.
રાજ્ય સરકાર દ્વારા અને લોકલ લેવલે જિલ્લાઓ ઓથોરિટી અને મહાનગર પાલિકાઓ દ્વારા પણ આ બાબતે વિવિધ સ્તરે અલર્ટ જાહેર કરીને સતર્ક રહેવા માટે સુચનાઓ આપી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકારે વિનાશક વાવાઝોડાને પહોંચી વળવા માટે તેવી તૈયારીઓ કરી છે એ પણ જાણી લઈએ.
બિપરજોય આગામી 48 કલાક દરમિયાન ધીમે ધીમે તીવ્ર બનશે અને આગામી 3 દિવસ દરમિયાન લગભગ ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. આ દરમિયાન 118 કિમી પ્રતિ કલાકથી 166 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
અરબી સમુદ્ર મા સર્જાયેલ વાવાઝોડા મામલે ગુજરાત સરકાર એકદમ સતર્ક થઈ ગઈ છે. ગુજરાતમા વાવઝોડા ના સંભવિત ખતરાને લઈને એનડીઆરએફની ટિમો દરિયા કાઠા વિસ્તારે એલર્ટ મોડમાં રાખવામાં આવી છે. ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિમાં બચાવ કામગીરી માટે સરકાર દ્વારા એન઼ીઆરએફ 10 ટિમો એલર્ટ મોડ મા રાખવામાં આવી છે.