- હવામાન વિભાગની ઉત્તર-પશ્વિમ ભારતમાં 5 દિવસ વરસાદની આગાહિ
- 3 રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જારી
દિલ્હી- દેશભરમાં હજી ચોમાસુ બેસવાને વાર છે છત્તા હવામાન ડિસ્ટર્બનના કારણે કેટલાક રાજ્યો હાલ વરસાદ અને પવનનો સામનો કરી રહ્યા છે તો આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ભારે વાવાઝોડા પવન સાથે વરસાદની આગાહી કરી છે તો 3 રાજ્યમાં ઓરેજન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર અને ઝારખંડમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ રાજ્યોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગે પણ દિલ્હીમાં બે-ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે અને 30 મે સુધી હીટવેવની કોઈ શક્યતા નથી.
આ સહીત ભારતીય હવામાન વિભાગ એ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, “પૂર્વોત્તર રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ યુપી અને દક્ષિણ ઉત્તરાખંડમાં ગાજવીજ ભારે પવન અને વાવાઝોડું ચાલુ રહેવાની સંભાવના છે
અરબી સમુદ્રના ભેજને કારણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં આજે અને આવતીકાલ દરમિયાન વાવાઝોડા અને તોફાની હવામાનની શક્યતાઓ સેવી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલથી તેની અસર મોટાભાગે ઉત્તર પ્રદેશમાં જોવા મળશે અને બીજા દિવસથી તેમાં ઘટાડો થી શકે છે.
હવામાન વિભાગે આપેલી જામકારી અનુસાર ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી 5 દિવસ સુધી વાવાઝોડું રહેશે. તે જ સમયે, દિલ્હીમાં આગામી 3-4 દિવસ સુધી વાવાઝોડાની સંભાવના છે. આ સિવાય હરિયાણા, ઉત્તર-પૂર્વ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે પરંતુ આવતીકાલે ઉત્તર-પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને અન્ય વિસ્તારોમાં વાવાઝોડાની ઘારણાઓ સેવાઈ રહી છે.