Site icon Revoi.in

ચક્રવાત મિચાઉંગને લઈને હવામાન વિભાગે આપ્યું યલ્લો એલર્ટ – 4 ડિસેમ્બર સુધીમાં તમિલનાડુના દરિયાકાંઠે પાર થશે

Social Share
દિલ્હી-  છેલ્લા કેટલાક દિવસોથી દેશભારનું વાતાવરણ પાલટયું છે  ત્યારે હાલ પણ ઘણા રાજ્યમાં વરસાદ કહયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આવી સ્થિતિમાં દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન લગભગ 43 મીમી જેટલો મધ્યમ વરસાદ નોંધાયો છે.
આ સહિત ભારતીય હવામાન વિભાગ હજુ પણ ચેન્નાઈમાં વરસાદ ચાલુ રહેવાની અપેક્ષા રાખે છે.કહવામાં આવ્યું છે કે  આવતીકાલ 3 ડિસેમ્બરથી  શહેરમાં બંગાળની ખાડીમાં આવનારા ચક્રવાતની અસર જોવા મળશે, જે આગામી 24 કલાકમાં તમિલનાડુની નજીક પહોંચશે. જેના કારણે ભારેથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચેન્નઈ શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે કારણ કે વાવાઝોડું 3 ડિસેમ્બર સુધીમાં દરિયાકાંઠાની નજીક જશે, જે 4 ડિસેમ્બરે પણ ચાલુ રહેશે. તે જ સમયે, 3 અને 4 ડિસેમ્બર માટે આવનારા ચક્રવાત મિચોંગને ધ્યાનમાં રાખીને ઉત્તર કોસ્ટલ તમિલનાડુના રહેવાસીઓ માટે પહેલેથી જ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ચક્રવાત પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની, 2 ડિસેમ્બર સુધીમાં હવાના ઓછા દબાણનો ઊંડો વિસ્તાર રચે અને બંગાળની ખાડી પર 3 ડિસેમ્બરની આસપાસ ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે. આગળ, તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને 4 ડિસેમ્બરે દક્ષિણ આંધ્ર પ્રદેશ અને ઉત્તર તમિલનાડુ કિનારે પહોંચશે. આ પછી, તે 5 ડિસેમ્બરના રોજ નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને પવનની ગતિ 80-90 કિમી પ્રતિ કલાકની રહેશે.