- હવામાન વિભાગે વરસાદની આગાહી કરી
- 3 દિવસ સુધી કેટલાક રાજ્યોમાં વરસાદની શક્યતા
દિલ્હીઃ હવામાન વિભાગે દેશના કેટલાક રાજ્યોમાં ભઆરે વરસાદની આહાગી કહી છે, તાજેતરના દિવસોમાં દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે કેટલાક રાજ્યોમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ થવાની છે.
હવામાન વિભાગે ઉત્તર કોસ્ટલ તમિલનાડુ, કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે તો સાથે જ દક્ષિણ કર્ણાટક, રાયલસીમા, તટીય આંધ્રપ્રદેશ, લક્ષદ્વીપમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. તે જ સમયે, 13 અને 14 નવેમ્બરના રોજ તમિલનાડુ, કેરળ અને માહેના આંતરિક વિસ્તારોમાં ભારે વરસાદની અપેક્ષા છે.
આસાથે જ આગામી દિવસોમાં દક્ષિણ આંધ્રપ્રદેશ-ઉત્તર તમિલનાડુ-પુડુચેરી દરિયાકિનારા, લક્ષદ્વીપ, કોમોરિન વિસ્તાર અને દક્ષિણપશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી 40-45 કિમી પ્રતિ કલાક ઝડપ સુધી પવન ફૂંકાવાની શક્યતાઓ છે,આજ રોજ 13 નવેમ્બરે લક્ષદ્વીપ, માલદીવ્સ- કોમોરિન વિસ્તાર, કેરળના દરિયાકાંઠે અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્રને લગતા વિસ્તારોમાં પવનની ગતિ 40-45 કિમી પ્રતિ કલાકની ઝડપે 55 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે.
આ સાથે જ હવામાન વિભાગે માછીમારોને ગઈકાલે આને આજે પણ દક્ષિણ આંધ્રપ્રદેશ-ઉત્તર તમિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠા અને તેની નજીકના દક્ષિણ-પશ્ચિમ ખાડી અને કેરળના દરિયાકાંઠે ન જવાની સલાહ આપી છે.