શિમલાઃ- હિમાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થઈ ચૂક્યો છે ત્યારે હવામાન વિભાગ દ્રારા આગામી 2 દિવસ અહી વઘુ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.પ્રાપ્ત વિગત પ્રમાણે હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વિતેલા દિવસે ઘોઘમાર વરસાદ પડ્યો હતો. સ્થાનિક હવામાન કચેરીએ રાત્રિ દરમિયાન રાજ્યના 12માંથી 8 જિલ્લાઓમાં “અતિશય વરસાદ”ની આગાહી કરતા ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે.
આ સહીત વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને બુધવાર અને ગુરુવારે અહી વહિવટ તંત્રતદ્રારા વિસ્તારોમાં તમામ શાળા અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. બિલાસપુરના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે બુધવારે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે હવામાન કચેરીએ બિલાસપુર, હમીરપુર, કુલ્લુ, મંડી, શિમલા, સોલન, સિરમૌર અને ઉના જિલ્લાના ભાગો માટે ચેતવણી જારી કરી છે. મંગળવારે વરસાદને કારણે મંડીમાં કેટલીક જગ્યાએ ભૂસ્ખલન થયું હતું અને કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા.ત્યારે આજે બુઘવારે પણ અહીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે.