Site icon Revoi.in

હવામાન વિભાગની ચેતવણી:આ રાજ્યમાં 4 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે 

Social Share

થીરુવાનાન્થાપુરમ :દેશના વિવિધ રાજ્યોમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ પડી રહ્યો છે.ચોમાસાએ પહેલા કેરળમાં દસ્તક આપી હતી, પરંતુ હજુ સુધી વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગ (IMD)એ કેરળમાં 4 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.IMD એ ઘણા જિલ્લાઓ માટે ચેતવણી પણ જારી કરી છે.આ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ (IMD) અનુસાર, કેરળના 14 માંથી 10 જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય ચાર માટે કોઈ એલર્ટ જારી કરવામાં આવ્યું નથી. રાજ્યના તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા, અલપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ અને ઇડુક્કી જિલ્લામાં 1 ઓગસ્ટ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

રવિવારે બપોરે કેરળ માટે જારી કરાયેલ વરસાદની આગાહી મુજબ, 2 ઓગસ્ટે આઠ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.3 ઓગસ્ટે 12 જિલ્લાઓ અને 4 ઓગસ્ટે પણ ઓરેન્જ એલર્ટ છે.ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.આ દરમિયાન 20 સેન્ટિમીટરથી વધુ વરસાદની અપેક્ષા છે.