દિલ્હી:ચોમાસાના બીજા તબક્કાનો વરસાદ ધીમે ધીમે ઘણા રાજ્યોમાં ઓછો થઈ રહ્યો છે, ત્યારે કેટલાક રાજ્યો એવા છે જ્યાં આકાશની આફત હજુ પણ ખતમ થવાનું નામ નથી લઈ રહી. ઉત્તર અને દક્ષિણના ઘણા રાજ્યોમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે. આટલું જ નહીં આવા અનેક વિસ્તારો છે જે પૂરની ઝપેટમાં આવી ગયા છે.
હવામાન વિભાગે આજથી આગામી ત્રણ દિવસ સુધી પહાડી રાજ્યોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે.આજથી આગામી 3 દિવસ સુધી જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના અનેક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.આ સિવાય રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ તેની અસર જોવા મળી શકે છે.
હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આ સિવાય દક્ષિણ-પૂર્વ બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડના ઘણા વિસ્તારોમાં હવામાનની પેટર્ન સંપૂર્ણપણે બદલાયેલી જોવા મળી રહી છે. આગામી ત્રણ દિવસ સુધી અહીં વરસાદ શરૂ રહેશે.