- ભારે વરસાદની ચેતવણી
- યુપી સહીત 5 રાજ્યોમાં વરસાદની ચેતવણી
દિલ્હી – દેશભરમાં વરસાદની સિઝન શરુ થઈ ચૂકી છે આવી સ્થિતિમાં હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે દિલ્હી એનસીઆર સહીત ચોમાસું સમગ્ર ઉત્તર ભારતમાં સક્રિય થઈ ગયું છે. ચોમાસાની અસર છે કે સર્વત્ર વરસાદ પડી રહ્યો છે. જો કે આ વખતે ચોમાસાની અસર પાછલા વર્ષો કરતા થોડી ઓછી જોવા મળી રહી છે.
ભારતીય હવામાન વિભાગે કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં આગામી થોડા દિવસોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગે ટ્વીટ કર્યું છે કે આગામી પાંચ દિવસમાં કોસ્ટલ આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ઓડિશા અને છત્તીસગઢના અલગ-અલગ ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે રાજધાની દિલ્હીમાં પણ આગામી દિવસોમાં સારા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં આજે એટલે કે શુક્રવારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ છે જ્યારે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. જો કે અહીં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ સુધી દિલ્હીમાં ભારે કે મધ્યમ વરસાદની આગાહી કરી છે.
આ સાથે જ હવામાન વિભાગની ચેતવણી બાદ તમામ રાજ્યોની સરકારોએ અત્યારથી જ સાવચેતી રાખવાનું શરૂ કરી દીધું છે. જો ઉત્તર ભારતના રાજ્યોની વાત કરીએ તો હવામાન વિભાગે ગઈ કાલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં 7, 8 અને 10 જુલાઈએ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે 8 જુલાઈથી 10 જુલાઈ સુધી પશ્ચિમ યુપી અને રાજસ્થાનમાં વરસાદની શક્યતા છે.