હવામાન વિભાગની આગાહી -દેશભરમાં કેટલાક રાજ્યોમાં વાતાવરણમાં પલટા સાથે વરસાદની સંભાવના
- કેટલાક રાજ્યોમાં વરસાદ પડવાની સંભાવના
- હવામાન વિભાગે કરી આગાહી
દિલ્હીઃ- દેશભરમાં ઠંડીની સિઝન વિદાઈ લઈ રહી છે ત્યારે કેટલાક રાજ્યોમાં હાલ પણ બેવડી ઋતુનો અનુભવ થી રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં દેશભરના કેટલાક રાજ્યોમાં આવે વરસાદની આગાહી પમ કરવામાં આવી છે આ સાથે જ કેચલાક રાજ્યોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે.
ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ચક્રવર્તી હવાઓના ક્ષેત્ર પૂર્વ બંગાળની ખાડી અને એનાથી જોડાયેલા અંદમાન સાગર પર બનેલ છે.આ સાથે જડ 22 ફેબ્રુઆરીની રાત સુધીમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વેસ્ટર્ન હિમાલયની નજીક પહોંચવાની શક્યાતો સેવાઈ છે.આ સ્થિતિ સર્જાવાને કારણે 22 થી 23 ફેબ્રુઆરી દરમિયાન દેશના 15 રાજ્યોમાં વરસાદની સંભાવના સેવાઈ રહી થે છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મોટા પ્રમાણમાં વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે 23 ફેબ્રુઆરી સુધી સિક્કિમમાં હળવા અથવા મધ્યમ વરસાદની આગાહી કરી છે. પશ્ચિમી પ્રભાવને કારણે આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ હિમાલય વિસ્તારમાં અલગ-અલગ, હળવો વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે.
વરસાદની જો વાત કરીએઅ અરુણાચલ પ્રદેશમાં 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે.આ સાથે જ પશ્ચિમ હિમાલયમાં 22 થી 24 ફેબ્રુઆરી વચ્ચે વરસાદ અને હિમવર્ષા વધી શકે છે.
તો બીજી તરફ પહાડી વિસ્તારોમાં પણ 22 અને 23 ફેબ્રુઆરીએ છૂટાછવાયા વાદળો સાથે ભારે હિમવર્ષા થઈ શકે છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમના ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે ઠંડીની સિઝન વિદાઈ લઈ રહી છે ત્યારે વાતાવરણમાં રાતે ઠંડી તો દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આવી સ્થિતિમાં આગામી 24 કલાકમાં 15થી વધુ રાજ્યોમાં વરસાદની આગાહી કરાઈ છે.તો બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીમાં વધારો થશે કારણ કે દિલ્હીમાં ઠંડા પવન ફૂકાવાની શક્યતાઓ સેવાઈ રહી છે.બીજી તરફ ઉત્તરાખંડ અને હિમાચલમાં હિમવર્ષાની પણ આગાહી કરવામાં આવી છે જેને લઈને ઠંડીનો પારો વધશે.