હુડી સિટી સેન્ટરથી સાયબર સિટીની સાથે દ્વારકા એક્સપ્રેસ વે સાઇડલાઇનને જોડતી મેટ્રો લાઇનને મંજૂરી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં હુડી સિટી સેન્ટરથી સાયબર સિટીની સાથે દ્વારકા એક્સપ્રેસ વે સાઇડલાઇન, ગુરુગ્રામને જોડતી મેટ્રો લાઇનને મંજૂરી આપવામાં આવી હતી, જે આ રુટ પર કુલ 28.50 કિલોમીટર અંતરને આવરી લેશે અને 27 સ્ટેશન ધરાવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાનો કુલ ખર્ચ રૂ. 5,452 કરોડ આવશે. આ 1435 એમએમ (5 ફીટ 8.5 ઇંચ)ની પ્રમાણભૂત ગેજ લાઇન હશે. સંપૂર્ણ પ્રોજેક્ટ એલીવેટેડ હશે. બસાઈ ગામથી એક શાખા ડેપો સાથે જોડાણ માટે પ્રદાન કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટ પ્રોજેક્ટ મંજૂર થયાની તારીખથી ચાર વર્ષની પૂર્ણ કરવાની દરખાસ્ત છે અને પ્રોજેક્ટની નિર્માણલક્ષી કામગીરીનો અમલ હરિયાણા માસ રેપિડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન લિમિટેડ (HMRTC) દ્વારા થશે, જેની સ્થાપના મંજૂરીનો ઓર્ડર જાહેર થયા પછી ભારત સરકાર અને હરિયાણા સરકારના 50:50 કે એકસમાન ભાગીદારી ધરાવતા સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ (SPV) તરીકે થશે.
અત્યાર સુધી જૂનાં ગુરુગ્રામમાં કોઈ મેટ્રો લાઇન નથી. આ લાઇનની મુખ્ય ખાસિયત છે – નવા ગુરુગ્રામને જૂનાં ગુરુગ્રામ સાથે જોડવું. આ નેટવર્ક ભારતીય રેલવે સ્ટેશન સાથે જોડશે. આગામી તબક્કામાં આ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ સાથે જોડાણ પ્રદાન કરશે. આ વિસ્તારનો સંપૂર્ણ આર્થિક વિકાસ પણ પ્રદાન કરશે. પ્રથમ તબક્કો સિકંદરપુરથી સાયબર હબ વચ્ચે લૂપ છે, જેમાં રુટની કુલ લંબાઈ 5.1 કિલોમીટર છે. પ્રથમ તબક્કો 14.11.2013થી રેપિડો મેટ્રો ગુરગાંવ લિમિટેડ નામનાં SPV દ્વારા સંચાલિત હતો. બીજો તબક્કો સિકંદરપુરથી સેક્ટર-56 વચ્ચે છે આ રુટની લંબાઈ 6.5 કિલોમીટર છે. આ તબક્કો 31.03.2017થી અત્યાર સુધી રેપિડ મેટ્રો ગુરગાંવ સાઉથ લિમિટેડ નામનાં SPV દ્વારા સંચાલિત હતો.
રેપિડ મેટ્રો ગુરુગ્રામની સરેરાશ રાઇડરશિપ (મુસાફરો) આશરે 30,000 છે. સોમવારથી શુક્રવાર સુધીના દિવસોમાં કુલ રોજિંદા મુસાફરોની સંખ્યા આશરે 48,000 છે. રેપિડ મેટ્રો લાઇન સાથે સૂચિત લાઇનની કનેક્ટિવિટી સાયબર હબ ખાતે છે