લખનઉ:ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે કહ્યું કે,આગ્રામાં 2024ની શરૂઆતમાં મેટ્રો સેવા શરૂ થઈ જશે.તેઓ ઉત્તર પ્રદેશ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આગ્રા મેટ્રો રેલ પ્રોજેક્ટની ટનલ માટે ભૂગર્ભ કાર્યનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા.પત્રકારો સાથે વાત કરતા આદિત્યનાથે કહ્યું કે, “છ કિલોમીટરનો પ્રાધાન્યતા કોરિડોર ટાર્ગેટ કરતા છ મહિના પહેલા પૂર્ણ થશે અને વર્ષ 2024ની શરૂઆતમાં આગ્રાના લોકો માટે મેટ્રો સેવાઓ શરૂ થશે.”
એક નિવેદન અનુસાર, પ્રાથમિકતા કોરિડોર છ કિલોમીટર લાંબો છે, જે પૂર્વી તાજ ગેટને જામા મસ્જિદ સાથે જોડે છે.કોરિડોરમાં ત્રણ એલિવેટેડ મેટ્રો સ્ટેશન તાજ ઈસ્ટ ગેટ, બસાઈ મેટ્રો સ્ટેશન અને ફતેહાબાદ રોડ મેટ્રો સ્ટેશન હશે.આ સિવાય આ કોરિડોરમાં ત્રણ અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે – તાજમહેલ, આગ્રાનો કિલ્લો અને જામા મસ્જિદ…મુખ્યમંત્રીએ કહ્યું, “આગ્રા મેટ્રો માત્ર જાહેર પરિવહનમાં જ નહીં પરંતુ પ્રવાસીઓ માટે પણ મદદરૂપ થશે.
તેનાથી યુવાનો માટે રોજગારીની તકો ઉભી થશે.લખનઉ, નોઇડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદ અને કાનપુરમાં મેટ્રો રેલ સેવાઓ કાર્યરત છે.મુખ્યમંત્રીએ સૂચિત G-20 સમિટના રૂટનું પણ નિરીક્ષણ કર્યું હતું.G-20ની બેઠક 10 થી 13 ફેબ્રુઆરી દરમિયાન આગ્રામાં યોજાવાની છે.તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ જી-20 બેઠકની યજમાની કરવા માટે પૂરા ઉત્સાહ સાથે તૈયાર છે.