જયપુર: કૉંગ્રેસના નેતા મેવારામ જૈનના કથિત અશ્લિલ વીડિયોએ રાજસ્થાનની રાજનીતિમાં ભૂકંપ લાવવાનું કામ કર્યું છે. ગત દિવસોમાં બે વાંધાજનક વીડિયો વાયરલ થયા હતા અને હવે વધુ એક અશ્લિલ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોઝના ઘણાં સ્ક્રીનશોટ્સ પણ સોશયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. કૉંગ્રેસે મેવારામ જૈનની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી છે અને વાયરલ વીડિયોની ખૂબ ટીકા થઈ રહી છે. બીજી તરફ આટલું બધું થવા છતાં પોલીસ એક પગલું પણ આગળ વધી રહી નથી. પીડિતા તરફથી જોધપુરમાં નોંધાયેલા કેસમાં હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.
ભૂતપૂર્વ ધારાસભ્ય મેવારામ જૈનના કથિત બે વીડિયો ગત દિવસોમાં સોશયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ બંને વીડિયો 7.11 અને 7.10 મિનિટના છે. રવિવારે ત્રીજો વાંધાજનક વીડિયો સામે આવ્યો હતો. તે વીડિયો 33.8 મિનિટનો હોવાનું જણાવાય રહ્યું છે.
પહેલા વાયરલ થયેલા બે વીડિયોમાંથી એક વીડિયોમાં મહિલા રૂમની અલમારીમાં કેમેરો સેટ કરતી જોવા મળી રહી છે, બીજા વીડિયોમાં નેતાજી કપડા ઉતારતા દેખાય રહ્યા છે. આ દરમિયાન તેમના મોબાઈલ પર કૉલ પણ આવે છે, જેમાં તે ખુદના જયપુરના હોવાનું જણાવે છે. તેના પછી અશ્લિલ વીડિયો છે.
પીડિતા તરફથી ગત મહિને ભૂતપૂર્વ ધારાસભ્ય મેવારામ જૈન, ડેપ્યુટી એસપી આનંદસિંહ રાજપુરોહિત, બાડમેરના સર્કલ ઈન્સ્પેક્ટર ગંગારામ, નગર પરિષદના ઉપસભાપતિ સુરતાનસિંહ સહીત 9 લોકો વિરુદ્ધ સામુહિક બળાત્કાર અને પોક્સોની કલમો હેઠળ મામલો નોંધાયો છે.પીડિતા દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરમાં જોધપુર પોલીસે હજી સુધી એકપણ ધરપકડ કરી નથી. આ દરમિયાન ભૂતપૂર્વ ધારાસભ્ય મેવારામ જૈને હાઈકોર્ટની શરણ લીધી છે. તેમણે વાયરલ વીડિયોને એડિટેડ ગણાવ્યો છે. હાઈકોર્ટે મેવારામ જૈનને મામૂલી રાહત આપતા ધરપકડ પર રોક લગાવી છે. મામલાની આગામી સુનાવણી 25 જાન્યુઆરીએ થવાની છે.
પીડિતા દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરમાં એ પણ આરોપ લગાવાયો છે કે ગત દિવસોમાં મેવારામ જૈનના કથિત ગુંડાઓએ તેને બળજબરીથી ઘરેથી ઉઠાવી અને ફાર્મ હાઉસ લઈ ગયા હતા. ત્યાં સાક્ષીઓને પણ લાવવામા આવ્યા. બાદમાં હાથ-પગ બાંધી અને કપડા ઉતારીને ખરાબ રીતે મારવામાં આવી. ગુપ્તાંગમાં લાકડી નાખવાનો પણ આરોપ છે. મહિલાને પોલીસકર્મીઓ પણ મારતા રહ્યા, જ્યારે ત્યાં કોઈ મહિલા પોલીસકર્મી પણ હાજર ન હતી. આ દરમિયાન પોલીસકર્મીઓએ વીડિયો પણ બનાવ્યો. ડરાવીને કોરા કાગળો પર હસ્તાક્ષર પણ કરાવ્યા હતા.
આ મામલામાં એસપી દિગંત આનંદે કહ્યુ છે કે પોલીસકર્મીઓની વિરુદ્ધ દુર્વ્યવહારની કોઈ ફરિયાદ મળી નથી. જો રિપોર્ટ આવે છે, તો આગળ કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ જોધપુર પશ્ચિનના ડીસીપી ગૌરવ યાદવે કહ્યુ છે કે ભૂતપૂર્વ ધારાસભ્ય અને કેટલાક પોલીસકર્મીઓની વિરુદ્ધ રાજીવ ગાંધી નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. મામલાની તપાસ કરાય રહી છે. તપાસમાં જે તથ્ય સામે આવશે, તેના આધાર પર કાર્યવાહી કરવામાં આવશે.