મેક્સિકોના વિદેશ પ્રધાન આજથી બે દિવસ ભારતની મુલાકાતે- આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
- મેક્સિકોના વિદેશપ્રધાન બે દિવસ ભારતની મુલાકાતે
- ખાસ મુદ્દાઓ પર ચર્ચા થશે
દિલ્હીઃ- ભારત દેશની મુલાકાતે અવાર નવાર વિદેશના મંત્રીઓ આવતા રહેતા હોય છે ત્યારે આજરોજ બુધવારે મેક્સિકોના વિદેશ મંત્રી માર્સેલો એબ્રાર્ડ કાસૌબોન બે દિવસીય ભારતની મુલાકાતે આવી પહોચ્યા છે.
ઉલ્લેખનીય છે કે મેક્સિકોના વિદેશપ્રધાનની આ સત્તાવાર રીતેની પ્રથમ મુલાકાત છે.આ મામલે વિદેશ મંત્રાલયે ટ્વિટ કર્યું છે અને કહ્યું છે કે “મેક્સિકોના વિદેશ મંત્રી માર્સેલો એબ્રાર્ડ કાસાબોનનું ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત ખુશી છે. દ્વિપક્ષીય સંબધોને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવશે.
તેમની આ મુલાકાત ભારત અને મેક્સિકો વચ્ચે વિશેષાધિકૃત ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.હાલમાં મેક્સિકો લેટિન અમેરિકામાં ભારતનું બીજું સૌથી મોટું વેપારી ભાગીદાર ગણાય રહ્યું છે , આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ત્રણ દિવસની મુલાકાતે મેક્સિકો ગયા હતા. તેમની મુલાકાતનો હેતુ વેપાર અને રોકાણ તેમજ અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવાનો હતો
ઉલ્લેખનીય છે કે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે તેઓને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું હતું જેને સ્વિકારીને તેઓ ભારતની મુલાકાતે આજે આવી પહોચ્યા છે. આ તેઓની સત્તાવાર મુલાકાત છે.
જાણકારી પ્રમાણે મેક્સિકોના વિદેશમંત્રી સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરાશે, આ સહીત મેકર્સિકન વિદેશ મંત્રી મુંબઈની પમ મુલાકાત લેવાના છે.. જયશંકર અને કાસાબોન બંને દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા કરશે અને પરસ્પર દેશના હિતના મુદ્દાઓ પર ચર્ચા પણ કરશે.