Site icon Revoi.in

મેક્સિકન રાષ્ટ્રપતિની માંગ – પીએમ મોદી સહિત 3 નેતાઓની આગેવાની હેઠળ વૈશ્વિક શાંતિ આયોગની રચના કરવામાં આવે

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જતી જોવા મળી રહી છે તેનું ઉદાહરણ તાજેતરમાં જોવા મળઅયું છે.મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરે વિતેલા દિવસને  બુધવારે ચિંતા વ્યક્ત કરી કે નાના મુદ્દાઓ પર બંને દેશો વચ્ચેના યુદ્ધથી વિશ્વના દેશોને મોટું આર્થિક અને વ્યાપારી નુકસાન થઈ રહ્યું છે.

આ સંદર્ભમાં, તેમણે સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખીને પાંચ વર્ષના સમયગાળા માટે વિશ્વ યુદ્ધવિરામને પ્રોત્સાહન આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ત્રણ વિશ્વ નેતાઓની બનેલી ત્રણ સભ્યોની સમિતિની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેણે કહ્યું કે હું આ કહેતો રહ્યું છું અને મને આશા છે કે મીડિયા તેને ફેલાવવામાં અમારી મદદ કરશે.

તેમણે કહ્હુંયું કે આ બાબતે  લેખિતમાં દરખાસ્ત કરીશ, હું તેને યુએન સમક્ષ રજૂ કરીશ. હું તે કહેતો આવ્યો છું અને મને આશા છે કે મીડિયા અમને તેને ફેલાવવામાં મદદ કરશે. કારણ કે જ્યારે તે તેમના માટે અનુકૂળ ન હોય ત્યારે તેઓ બોલતા નથી,” એમએસએનએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઓબ્રાડોરને ટાંકીને જણાવ્યું હતું.

મેક્સીકન રાષ્ટ્રપતિ ઓબ્રાડોરે લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ટોચના આયોગમાં પોપ ફ્રાન્સિસ, યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ અને ભારતીય પીએમ નરેન્દ્ર મોદીનો સમાવેશ થવો જોઈએ.

તેમનું માન વું છે કે  ત્રણ સભ્યોની સમિતિ યુદ્ધનો અંત લાવવાનો પ્રયાસ કરશે, લોકોને પાંચ વર્ષ સુધી હિંસા વિના શાંતિથી જીવવાની સ્વતંત્રતા મળશે. યુનાઈટેડ નેશન્સે આ દિશામાં તાત્કાલિક પગલાં લેવા જોઈએ તેવું સૂચન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે તેમને અપેક્ષા છે કે ચીન, રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ “અમે જે પ્રસ્તાવ આપી રહ્યા છીએ તે મધ્યસ્થી સાંભળશે અને સ્વીકારશે”.